પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા ગૂડ ગવર્નન્સ ડે ની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે રાજ્ય સરકારે બેસ્ટ કલેક્ટર અને બેસ્ટ ડીડીઓને સારી કામગીરી બદલ સન્માનિત કર્યા હતા, જેમાં શહેરી, નવ રચિત જિલ્લા, આદિજાતી તેમજ અન્ય જિલ્લાઓને આવરી લેવાયા હતા. આ કેટેગરીમાં નવ રચિત જિલ્લાને પણ સ્થાન મળ્યું હતું. વર્ષ 2017-18માં અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી તરીકે સારી કામગીરી બદલ સ્તુતી ચરણને બેસ્ટ ડીડીઓને અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શહેરી, આદિજાતી, નવ રચિત અને અન્ય જિલ્લા એમ કુલ ચાર કેટેગરીમાં શ્રેષ્ઠ કલેક્ટર અને ડીડીઓને અવોર્ડથી સન્માનિત કરાયા હતા, જેમાં જિલ્લાના વિકાસ માટે રૂિયા 40 લાખ રૂપિયાના ચેકનું ઈનામ પણ આપવામાં આવ્યું હતું.
વર્ષ 2017-18 માટે શ્રેષ્ઠ કલેક્ટર
શહેરી જિલ્લો – જુનાગઢ, ડો. રાહુલ ગુપ્તા
નવરચિત જિલ્લો – બોટાદ – સુજિત કુમાર
આદિજાતી જિલ્લો – સાબરકાંઠા, પી.સ્વરૂપ
અન્ય જિલ્લો – ભરૂચ, સંદીપ સાંગલે
વર્ષ 2017-18 માટે શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારી
શહેરી – જુનાગઢ, અજય પ્રકાશ
નવ રચિત – અરવલ્લી, સ્તુતી ચરણ
આદિજાતી જિલ્લો – ડાંગ, એચ.કે. વઢવાણિયા
અન્ય જિલ્લો – મહેસાણા, એમ.વાય.દક્ષિણી
વર્ષ 2018-19 માટે શ્રેષ્ઠ કલેક્ટર
નવરચિત – ગીર સોમનાથ, અજય પ્રકાશ
શહેરી – જુનાગઢ, ડો.સૌરભ પારઘી
આદિજાતી – વલસાડ, સી.આર.ખર્સણ
અન્ય – પોરબંદર, એન.એ.પંડ્યા
વર્ષ 2018-19 માટે શ્રેષ્ઠ ડીડીઓ
શહેરી – અમદાવાદ, અરૂણ મહેશ બાબુ
નવરચિત – મહિસાગર, અરવિંદ વી.
આદિજાતી – નર્મદા, જિન્સી વિલિયમ