28.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ક્રાઇમ સાબરકાંઠા: ભોલેશ્વરની કામાખ્યા સોસાયટીના પાંચ બંધ મકાનોમા તસ્કરોએ ચોરીને આપ્યો અંજામ

સાબરકાંઠા: ભોલેશ્વરની કામાખ્યા સોસાયટીના પાંચ બંધ મકાનોમા તસ્કરોએ ચોરીને આપ્યો અંજામ

0
142

બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી ડોગ સ્કવોડની મદદથી તપાસ હાથ ધરી

હિંમતનગરમાં છેલ્લા ઘણા સમયથી ચોરોનો આતંક બમણો થતો જાય છે. દિવસે દિવસે ચોરીઓની ઘટનાઓ વધતી જાય છે અને તસ્કરો બેફામ થઈને ચોરી અને લૂંટને અંજામ આપી રહ્યા છે.

હિંમતનગર શહેરને અડીને આવેલ ભોલેશ્વર વિસ્તારની કામખ્યા સોસાયટીમાં ગતરાત્રિએ સવારે ચાર વાગ્યાના સુમારે તસ્કરોએ પાંચ બંધ મકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરો પાંચે મકાનના તાળા તોડી અંદર ઘૂસી તિજોરી અને લોકર તોડી દાગીના સહિતનો મુદ્દા માલ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ત્યારે સવારે આસપાસના લોકોને ચોરીની ઘટનાની જાણ થતા હિંમતનગર બી ડિવિઝન પોલીસને જાણ કરાયી હતી ત્યારે પોલીસની ટીમ ડોગ્સ કોડ સાથે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી. ડોગ સ્કોડ ની મદદ દ્વારા પોલીસની ટીમે સર્ચ કર્યું હતું.
ત્યારે તપાસમાં એક એરગન બંદૂક પણ મળી આવી હતી.એક જ વિસ્તારમાં પાંચ જગ્યાએ ચોરીની ઘટના સામે આવતા આસપાસના લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે.

જોકે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાય છે અને ચોરીને અંજામ આપનાર ઇસમોને પકડી પાડવા બી ડિવિઝન પોલીસે ત્યજવી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!