મોડાસા તાલુકાના રસુલપુર ગામના પશુપાલક પર તળાવમાંથી પશુઓ ઢોરને પાણી પીવડાવવા જેવી સામાન્ય બાબતમાં રામપુરા કંપાના યુવકે ધારિયા વડે હુમલો કરી હાથ પર ઘા ઝીંકી દઈ બિભસ્ત ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભારે ચકચાર મચી હતી હુમલાના ભોગ બનેલ પશુપાલકે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલાખોર શખ્સને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસાના રસુલપુર ગામના પશુપાલક જીધાજી જવાનજી ચૌહાણ પશુઓ લઇ નજીક તળાવમાં પશુઓને પાણી પીવડાવી ઘર તરફ પરત ફરતા રસ્તામાં રામપુરકંપાનો પંકજ જશુભાઈ પટેલ નામનો શખ્સ બાઈક લઇ આવી ચઢ્યો હતો અને પશુપાલકને તળાવમાં ઢોર પાણી પીવડાવવા આવવું નહીં કહી એકાએક ઉશ્કેરાઈ ગાળો બોલી બાઈક પર રહેલું ધારિયું લઇ પશુપાલક પર હુમલો કરતા હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી જાન થી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ જતા ઈજાગ્રસ્ત પશુપાલકને સારવાર અર્થે દવાખાને ખસેડ્યો હતો પશુપાલક પર હુમલો થતા ભારે દેકારો મચી ગયો હતો
મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં રસુલપુર ગામના જીધાજી જવાનજી ચૌહાણે રામપુરકંપાના પંકજ જશું પટેલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે