રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અન્વયે આજરોજ મોડાસાના ટાઉનહોલ ખાતે સ્વ સમૂહ જૂથોને સામૂહિક ચેક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. માનનીય રાજ્ય કક્ષાના ભીખુસિંહજી પરમાર,અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીના અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.લોકોના જીવનને ઉજ્જવળ બનાવવાના સરકાર ના સાહસને આગળ ધપાવ્યું. જેમાં સ્વસહાય જૂથને લાખોની આર્થિક સહાય આપતા ચેક અર્પણ કરવામાં આવ્યા. સિલાઈ, નર્સરી, મહિલા ઉધોગ સાથે સંકળાયેલા સમૂહને લાભ આપવામાં આવ્યો છે.
મહિલાઓને આત્મનિર્ભરતાના પાઠ સમજાવતા મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું કે અરવલ્લી જિલ્લામાં ગ્રામીણ ક્ષેત્રે મહિલાઓને પગભર બનાવવા સરકાર કટિબદ્ધ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ મહીલાઓ માટે અનેક યોજનાઓ અમલમાં મુકી છે જે લોકો સુધી પહોંચાડવા જિલ્લા તંત્ર સતત પ્રયાસ કરે છે.સખી મંડળોને વગર વ્યાજે લોન આપી તેમને આત્મનિર્ભર બનાવવા પ્રયાસો કરાયા છે. નારીને નારાયણી બનાવવાનું કામ સરકાર કરી રહી છે. સુશાશનથી દરેકને તેમનો હક ઘર બેઠે મળે તેનું સરકાર ધ્યાન રાખે છે.
આ કાર્યક્રમમાં મંત્રી ભીખુસિંહજી પરમાર ,સાબરકાંઠા સાંસદ દીપસિંહ રાઠોડ,ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી આર. એન. કુચારા,નિવાસી અધિક કલેક્ટર એન.ડી. પરમાર,જિલ્લા પંચાયત પ્રમુખ લાલસિંહ ચૌહાણ,બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તેમજ અન્ય પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં સખી મંડળની મહિલાઓની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાયો.