37.9 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત મેઘરજ પોલીસ તેમજ પત્રકાર દ્વારા ભૂલા પડેલા કિશોર નું પરિવાર સાથે મિલન...

મેઘરજ પોલીસ તેમજ પત્રકાર દ્વારા ભૂલા પડેલા કિશોર નું પરિવાર સાથે મિલન કરાવ્યું

0
159

સાંજ ના સુમારે મેઘરજ નગર ની ઘેલી માતા ના મંદિરે બાકડા પર એક અજાણ્યો કિશોર કલાકો થી બેસી રહ્યા ની માહિતી સ્થાનિક પત્રકાર રહીમ ભાઈ ચડી ને મળી હતી જે બાદ રહીમ ભાઈ દ્વારા ત્યાં પહોંચી કિશોર નું નામ ઠામ પૂછતા પોતે ગણેશ સંજય ભાઈ રાવળ અને ડૂંગરપુર જિલ્લા નો હોવાનું જણાવ્યું હતું ત્યારે કિશોર ની સ્થિતિ જોઈ તેને નાસ્તો કરાવી ત્યાં બેસાડી પોલીસ નો સંપર્ક કરાયો હતો, ગણતરી ની મિનિટો માં જ ટાઉન જમાદાર મહેન્દ્ર સિંહ ની સૂચના થી પોલીસ ની ટીમ ઘેલીમાતા મંદિરે પહોંચી હતી તે બાદ મેઘરજ પી આઈ.કે એસ ચાવડા સાથે વાત કરી ભૂલા પડેલા કિશોર ને પત્રકાર રહીમ ભાઈ ચડી અને પોલીસ ટીમ દ્વારા પોલીસ મથકે પહોંચાડી તેના માતા પિતા ની શોધખોળ હાથ ધરવા માં આવી હતી,રાત્રી દરમિયાન સુધી કિશોર ના માતા પિતા ની કોઈ ભાળ મળી ન હતી,કિશોર પોતે રાજસ્થાન ડુંગરપુર નો હોવાનું રટણ કરી રહ્યો હતો છતાં પોલીસ સ્ટાફ દ્વારા તેને પ્રેમ થી જમાડ્યો હતો અને રજાઈ ચાદર ની વ્યવસ્થા કરી પોલીસ મથક ખાતે સુવડાવ્યો હતો,ત્યારે સવારે બાળક ને પોલીસ સ્ટાફ દ્વારા વિશ્વાસ માં લઇ કાઉનસેલિગ કરી પૂછતાં પોતે વાઘપુર તા.મેઘરજ ગામ નો હોવાનું જણાવતા તેના વાલી વારસા નો સંપર્ક કરાયો હતો અને જરૂરી ચકાસણી કરી કિશોર ને તેના પરિવાર ને સોંપવામાં આવ્યો હતો,આમ પરિવાર થી વિખૂટા પડેલા અને બીક ના મારે માં પોતે ડુંગરપુર નો હોવાનું કહેતા કિશોર નું પત્રકાર રહીમ ભાઈ ચડી તેમજ મેઘરજ પોલીસ ના સહિયારા પ્રયાસ થી પરિવાર સાથે સુખદ મિલન થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!