નવા વર્ષના છેલ્લા દિવસે ગોજારો અકસ્માત થતાં 9 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. નવસારી જિલ્લાની વહેલી સવારે ગોઝારા ઘટન બની હતી, જેમાં વલસાડ થી ભરૂચ જતી ફોર્ચ્યુનર કારએ કાબુ ગુમાવી સામેના ટ્રેક પર પરથી અમદાવાદથી વલસાડ જતી લક્ઝરી બસ સાથે અથડાતા ઘટના સ્થળે 7 અને સારવાર દરમિયાન બેના મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણ થતા નવસારી જિલ્લા વહીવટી તંત્રને પોલીસ તંત્રએ ઘટના સ્થળ સહિત સિવિલ પહોંચીને તાત્કાલિક ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરત અને વલસાડ ખસેડ્યા હતા.
વહીવટી તંત્રના અંદાજ મુજબ વહેલી સવારે ઝડપે દોડતી ફોરચ્યુનર કાર ના ચાલકને જોકુ આવી ગયું હોઈ શકે છે અને જેને કારણે અમદાવાદ તરફ જતા ટ્રેક પરથી કાર સુધી મુંબઈ તરફ ડિવાઈડર કૂદી જતી રહી હતી જેને કારણે અમદાવાદથી આવી રહેલી લક્ઝરી બસ સાથે તે અથડાઈ હતી જેને કારણે ફોરચ્યુનરમાં સવાર નવું પૈકી 9 ના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા અને અન્ય એકને મલ્ટિપલ ફ્રેક્ચર થયું હોવાથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.