થર્ટી ફસ્ટ, પરપ્રાંતમાંથી દારૂ સહિતની નશાકારક ચીજોની હેરાફેરી અટકાવવાથી માંડી ફાર્મ હાઉસ,હોટલો કે અન્ય શંકાસ્પદ જગ્યાઓ ઉપર સંભવત યોજાનાર મોડી રાત્રીની પાર્ટીઓ ઉપર રોક લગાવવા જિલ્લા પોલીસ તંત્ર એલર્ટ મોડ ઉપર કરાયું છે.દારૂ પીધેલાઓને પકડી હવાલાતે કરવા,દારૃ સહિત નશાકારક ચીજ વસ્તુઓની હેરાફેરી અટકાવવા સહિત સરકારી ગાઈડ લાઈન નો ભંગ કરનારાઓ વિરૂધ્ધ કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરવા ખાસ બંદોબસ્ત અને બોર્ડર ચેક પોસ્ટો ઉપર રાઉન્ડ ધ કલોક ચેકીંગ ગોઠવી દેવાયું છે.
રાજયના સરહદી જિલ્લા અરવલ્લીમાં થર્ટી ફસ્ટને લઈ વિશેષ ચેકીંગ અને બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.જિલ્લા પોલીસવડા સંજય ખરાત ના સીધા માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી, એસઓજી,એલસીબી અને પેરોલ ફર્લો સ્કોડ સહિત બોર્ડર વિસ્તારના 4 પોલીસ સ્ટેશનોની કુલ મળી 7 ટીમોના 100 થી વધુ પોલીસ જવાનો દ્વારા આગામી 24 કલાક માટે સઘન પેટ્રોલીંગ હાથ ધરી દેવાયું છે.જયારે જિલ્લા ટ્રાફિક,હાઈવે ટ્રાફિક સહિતની ટીમો દ્વારા જિલ્લાની આઠ આંતર રાજય બોર્ડરો સહિત 10 આંતર જિલ્લા બોર્ડરો એ રાઉન્ડ ઘ કલોક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
જિલ્લામાં થર્ટી ફસ્ટ ની ઉજવણીના બ્હાને દારૂની હેરાફેરી કરનાર,દારૂ ઢેંચી ફરનારાથી માંડી પ્રતિબંધ છતાં ઉજવીણને લઈ પાર્ટીઓ યોજનારા ઝડપી પાડી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા જિલ્લા પોલીસ દ્વારા પૂરતી તૈયારીઓ કરી દેવાઈ છે.
જિલ્લા પોલીસવડા સંજય ખરાતના જણાવ્યા મુજબ અરવલ્લી સરહદી જિલ્લો હોઈ વિશેષ પ્રકારની ચકાસણી હાથ ધરવામાં આવનાર છે.અને પીધેલાઓને ઝડપી હવાલાતે કરવા ભિલોડા,શામળાજી,ઈસરી,મેઘરજ પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા વાન ગોઠવવામાં આવેલ છે.જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ,સ્પેશ્યલ ઓપેરશન ગ્રુપ અને પેરોલ ફર્લો સ્કોડ ની ટીમોના પોલીસ ઈન્સ્પેકટર,સબ ઈન્સ્પેકટર સહિત 100 થી વધુ જવાનો દ્વારા સતત પેટ્રોલીંગ હાથ ધરવામાં આવનાર છે.જયારે પોલીસ જવાનો સીવીલ ડ્રેસમાં ટાઉન વિસ્તારોથી માંડી શંકાસ્પદ વિસ્તારોમાં ર્વાચ રાખશે એમ જણાવાયું છે.છેલ્લા ૩ દિવસ થી જિલ્લાની આંતર રાજય બોર્ડર રતનપુર,ઉન્ડવા ખાતે વાહન ચેકીંગ હાથ ધરાયું છે.ત્યારે જિલ્લાના અન્ય આંતર રાજય બોર્ડરો અને આંતર જિલ્લા બોર્ડરો ઉપર પણ ચેકીંગ હાથ ધરાશે