ભિલોડા જાયન્ટસ ફાઉન્ડેશન ધ્વારા નેત્ર નિદાન કેમ્પ યોજાયો
મફત નેત્રમણી પ્રત્યારોપણ કેમ્પ સંતુહિરા માર્કેટ,મેઈન બજારમાં યોજાયો
આંખોના રોગોનું નિદાન,સન્માન સમારોહ યોજાયો હતો
ભિલોડા નગર અને અંતરિયાળ વિસ્તારોમાં સેવાકીય કાર્યોમાં અગ્રેસર ભિલોડા જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશન દ્વારા અરવલ્લી જીલ્લા અંધત્વ નિયંત્રણ સમિતિ જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ હોસ્પિટલના સહયોગ થી મફત નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવતા એક હજારથી વધુ જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો આ પ્રસંગે ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાનો સન્માન સમારોહ યોજાયો હતો
ભિલોડાના સંતુ હીરા માર્કેટના બેઠક હોલમાં યોજાયેલ મફત નેત્ર નિદાન કેમ્પમાં આંખોના નિષ્ણાત તબીબો દ્વારા 1111 દર્દીઓની તપાસ કરી 200 જેટલા મોતિયાના દર્દીઓ મળી આવતા નિઃશુલ્ક મોતિયાનું ઓપરેશન કરી આપવામાં આવશે તેમજ દર્દીઓને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જાયન્ટ્સના સેવાકીય અભિગમને બિરદાવવા ભિલોડાના ધારાસભ્ય પીસી બરંડા અને ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં જાયન્ટ્સના વાઇસ ચેરમેન અને જીવદયા પ્રેમી નિલેશ ભાઈ જોશી ભિલોડા જાયન્ટ્સ ફાઉન્ડેશનના પ્રમુખ જીત ભાઈ ત્રિવેદી અને તેમની ટીમના કાન્તિભાઈ પટેલ,કલ્પેશભાઈ ચૌહાણ,જશુભાઈ પંડયા,નરેન્દ્રભાઈ ભાટીયા, સંજયભાઈ પંચાલ,રાકેશભાઈ ઓડ સહિત તમામ સભ્યોએ નેત્ર નિદાન કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.કાન્તિલાલ એસ. પટેલ (માંધરી) વાળાએ સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન કર્યું હતું.નેત્ર નિદાન કેમ્પમાં જરૂરિયાતમંદ,ગરીબ અને નિરાધાર દર્દીઓએ આંખોના રોગોનું નિ:શુલ્ક ડોક્ટરો પાસે નિદાન કરાવી આશીર્વાદનો ધોધ વરસાવ્યો હતો.