અરવલ્લી : LCB એ મોડાસાના સર્વોદય નગરમાંથી ઈ-પોકેટ કોપની મદદ થી બુટલેગર જીતેન ઉર્ફે જીતુ સલાટને દબોચી લીધો
અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર પ્રોહીબીશનની કામગીરી માટે સતત દોડાદોડી કરી રહી છે જીલ્લા એલસીબી પોલીસે મોડાસા શહેરના દેશી-વિદેશી દારૂના વેપલા માટે કુખ્યાત સર્વોદય નગર (ડુંગરી) વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરી ઈ-પોકેટ કોપની મદદથી ઇસરી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દેતા ડુંગરી વિસ્તારમાં ખુલ્લેઆમ ફરતા બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા
અરવલ્લી એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે મોડાસા શહેરના સર્વોદય નગર (ડુંગરી) વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા એક શંકાસ્પદ યુવક જોવા મળતા પોલીસે અટકાવી પૂછપરછ કરી યુવક નું નામ જીતેન ઉર્ફે જીતુ દિનેશ સલાટ હોવાનું જણાવતા પોલીસે ઈ-પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી જીતેન ઉર્ફે જીતુ સલાટ સામે ઇસરી પોલીસ સ્ટેશન પ્રોહિબિશનનો ગુન્હો નોંધાયેલો હોવાનો અને નાસતો-ફરતો હોવાથી ઝડપી પાડી અટકાયત કરી ઇસરી પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી