અરવલ્લી જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પોષી પૂનમના દર્શનનું અનેરું મહત્વ રહેલું છે વહેલી સવાર થી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું ભગવાન શામળીયાને સુંદર વાઘા અને સુવર્ણ અલંકારથી સુશોભિત કરાયા હતા પોષી પૂનમે છેલ્લા 8 વર્ષથી કામઠાડીયાથી ભક્ત સંઘ દ્વારા મંદિરમાં ધ્વજા આરોહણ કરવામાં આવે છે ત્રણ હજારથી વધુ ભક્તો સાથે સતત નવમા વર્ષે ધ્વજા ચઢાવવામાં આવી હતી ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડા પણ સંઘ સાથે દર્શનનો લ્હાવો લીધો હતો
દેશી ઢોલના તાલે ભજનો ની રમઝટ બોલાવી હતી કાળીયા ઠાકોરના શિખરે ધજા ચઢાવવામાં આવી હતી
પ્રાચીન યાત્રાધામ શામળાજી મંદિર ખાતે પોષી પુનમ હોઈ શ્રધ્ધાળુઓમાં ભગવાન શામળીયાના દર્શન કરવા માટે દૂર દૂર થી આવેલ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.મંદિરના પટાંગણમાં લાઈનબધ્ધ સાથે ભક્તો શામળીયાના જયકાર સાથે ઉમટી પડયા હતા. શામળીયા ભગવાનની મૂર્તિને સુંદર વાઘા અને સુર્વણ અલંકાર થી સુશોભિત કરાયા હતા.જિલ્લાભરમાંથી યાત્રાધામ શામળાજીમાં પોષી પૂનમ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું.