રાજ્યમાં આગની ઘટનાથી થતી થતા નુકસાન અને જાનહાનિ ને લઇને રાજ્ય સરકાર સતર્ક છે અને કડક કાર્યવાહી કરવાની નેમ દાખવી છે, સુરત તેમજ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં બનેલી આગની ઘટનાઓ પછી સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે, ખાસ કરીને ફાયર સેફ્ટી પર ખાસ ધ્યાન આપ્યું છે જોકે હજુ મોટી મીલ તેમજ કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ તેની અમલવારી જોવા નથી મળતી.
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી કર્મયોગી પેપર મીલમાં રવિવારના દિવસે વહેલી સવારે આગની ઘટના ઘટી હતી. પેપર મીલ રહેલા પેપર ટ્યુબ ઓવન માં આગ લાગવાની જાણ થતાં અફરા – તફરી મચી જવા પામી હતી. આગની જાણ થતાં મોડાસા નગર પાલિકા ફાયર વિભાગની ટીમને જાણ કરતા મોડાસા નગર પાલિકા ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો, જોકે આગ કયા કારણોસર લાગી તે અંગે ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
ફાયર સેફ્ટી ને લઇને ફાયર વિભાગ શું કાર્યવાહી કરે છે તે પણ હવે એક સવાલ છે.
Advertisement
મીલ માલિકે ફાયર સેફ્ટીના સવાલ પર હાસ્યાસ્પદ જવાબ આપ્યો કે, ફાયર સેફ્ટીમાં પેપર જ છે. આવો ફાયર સેફ્ટીને લઇને જવાબ આપતા ફાયર સેફ્ટીને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે. મીલ માલિકના જવાબ પરથી ચોક્કસ કહી શકાય કે, ફાયર સેફ્ટી અંગે માલિકને ખ્યાલ છે કે નહીં ?