ધી ઘાંચી આરોગ્ય મંડળ સંચાલિત જનરલ હોસ્પિટલ ખાતે ઉદ્ધાટન સમારંભ તથા દાતા સન્માન સમારંભ નો કાર્યક્રમ સંસ્થા ના પ્રમુખ કાલુભાઈ વકીલ ના પ્રમુખ સ્થાને યોજવામાં આવ્યો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે ગુજરાત સરકાર ના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભિખુસિહ પરમાર, અતુલભાઇ દિક્ષિત ચીફ કમિશનર ભારત સ્કાઉડ ગાઇડ સંઘ તેમજ ડૉ. કૌશલ પટેલ, ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી ઇન્સોયનસ ઓફીસર અરવલ્લી જીલ્લા ઉપસ્થિત રહયા. આ કાર્યક્રમ હોસ્પિટલ ની સેવાઓ નો વિસ્તાર કરી મોડ્યુલર ઓપરેશન થિયેટર, ફિજિશિયન આઈ.સી.યુ., સર્જિકલ આઈ.સી.યુ. તથા હોસ્પિટલ સ્ટ્રેચર લિફ્ટ દર્દીઓની સેવામાં કાર્યરત કરવામાં આવી હતી. સો બેડની હોસ્પિટલ માં આયુષ્યમાન ભારત યોજના અંતગૅત કાડૅ ધારકો ને સારવાર પુરી પાડવામાં આવે છે.
આ કાર્યક્રમમાં સંસ્થાના ચાર વરિષ્ઠ નેતાઓ મો.હબીબ એ ઈપરોલિયા, પ્રમુખ મો.યુસુફ આઇ.ટાઢા સ્થાપક પ્રમુખ અ.રહીમ પી.ભાયલા, ઑન સેક્રેટરી તથા દાઉદ ભાઇ પહોંચીયાનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માં સંસ્થા ના પ્રમુખ કાલુભાઈ વકીલ માનદ્ મંત્રી અ.રહીમ ભાયલા ઉપ પ્મુખ ઈબ્રાહીમ ભૂરા, ઉપપ્રમુખ ઉસ્માનલાલા વાય. સુથાર, ડૉ.વસીમ સુથાર, જોઈંટ સેકેટરી મં.સલીમ સાબલીયા અને અશરફ પટેલ એ ભારે જેહમત ઉઠાવી હતી. ઓટી કમિટિ ના ચેરમેન ઈબ્રાહીમ ભૂરા તથા શબ્બીર હુશેન ખાનજી અને આઇ.સી.યુ .સમિતિના ચેરમેન ઇકબાલહુશેન ઈપરોલીયા એ અને ઓટી કમિટિ તમામ સભ્યો એ કાર્યક્રમ માં યોગદાન આપેલુ. આ પ્રસંગે મોડાસા નગર પાલિકા પ્રમુખ જલ્પા બેન ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા હોસ્પિટલમાં નવી સુવિધાઓ થી સમગ્ર શહેરમાં આનંદ ની લાગણી ફેલાઇ છે આ નવી સુવિધાનુ ઓપરેશન થિયેટર નુ ઉદ્દધાટન ગુલામનબી શેઠ એ કર્યું સજીકલ આઇ.સી.યુ. નુ ઉદ્ધાટન ઝુલ્ફીકાર આઈ.દાદુ એ તેમજ મેડીસીન આઇ.સી.યુ .નુ ઉદ્ધાટન પ્રમુખ કાલુભાઈ વકીલ અને સ્ટ્રેચર લીફ્ટ નુ ઉદ્ધાટન જીવાભાઈ ખાનજી દ્વારા કરવામાં આવ્યું.