28 C
Ahmedabad
Friday, April 26, 2024

અરવલ્લીના માલપુરમાં યમરાજાનો પડાવ : ટ્રક પાછળ કાર ઘુસી જતા બે યુવાનોના મોત, એક્ટિવાએ કારને ટક્કર મારતા યુવતીનું મોત


અરવલ્લી જીલ્લાના માલપુર પંથકમાં યમરાજાએ જાણે પડાવ નાખ્યો હોય તેમ બે જુદા જુદા અકસ્માતમાં બે યુવાનો અને એક નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી યુવતીનું કમકમાટી ભર્યું મોત નિપજતાં ભારે ચકચાર મચી હતી માલપુર-લુણાવાડા હાઇવે પર મંગલપુર પાટિયા નજીક એક્ટિવાને ઓડી કારે અડફેટે લેતા દેવદાંતી ગામની યુવતીને કાળ ભરખી ગયો હતો અન્ય એક અકસ્માતમાં મોડાસા-માલપુર રોડ પર જેસવાડી ગામ નજીક હાઇવે પર ઉભેલા ટ્રક પાછળ વેગનઆર કાર ઘુસી જતા કારમાં સવાર માલજીના પહાડીયા ગામના બે આશાસ્પદ યુવાનો કચડાઈ જતા મોતને ભેટ્યા હતા માલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

Advertisement

માલપુર તાલુકાના દેવદાંતી ગામની અને મધરકેર નર્સિંગ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી કામિનીબેન પ્રવિણભાઈ વણકર નામની વિદ્યાર્થીની કોલેજથી એક્ટિવા લઇને ઘરે જતા મંગલપુર પાટીયા નજીક પુરપાટ ઝડપે આવતી ઓડી કારે ધડાકાભેર ટક્કર મારતા ઘટનાસ્થળે યુવતીનું કમકમાટી ભર્યું મોત નિપજતા ભારે ચકચાર મચી હતી.અકસ્માતના પગલે પરિવારજનો દોડી આવી ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી મૃતક યુવતીની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Advertisement

મોડાસા-માલપુર હાઇવે પર જેસવાડી ગામ નજીક રોડ પર બંધ પડેલ ટ્રક પાછળ વેગનઆર કાર ભટકતા ગમખ્વાર અકસ્માત સર્જાતા બે યુવકોનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું માલજીના પહાડીયા ગામના રાજદીપસિંહ કરણસિંહ રાઠોડ (ઉં.વ-32) અને જ્યંતિભાઈ મનુભાઈ લુહાર (ઉં.વ-35) વેગનઆર કાર લઇ કામકાજ અર્થે નીકળ્યા હતા જેસવાડી-સોમપુર રોડ બંધ પડેલ ટ્રકના ચાલકે ટ્રક રોડ પર મૂકી દેતા વેગનઆર કાર ટ્રક પાછળ ધડાકાભેર અથડાતા કારના આગળના ભાગનો કડૂચાલો વળી જતા કારમાં સવાર બંને યુવકોના ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અકસ્માતની ઘટનાના પગલે બંને યુવકના પરિવારજનો અને લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા મૃતક યુવકના પરિવારજનોએ ભારે રોકોકકળ કરી મૂક્યું હતું બંને યુવકના મોતના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો હતો માલપુર પોલીસે બંને મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!