અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના કુશ્કી ગામના અને ધંધાર્થે વાપી સ્થાઈ થયેલ પરિવારનો એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરતો પુત્ર અન્ય કોલેજના મિત્રો સાથે વલસાડના અતુલ ખાતે સ્થિત અતુલ કંપનીની પાછળ પસાર થતી પાર નદીમાં નહાવા જતા ડૂબી જતા મોત નીપજ્યું હતું અન્ય એક મિત્ર પણ ડૂબી ગયો હતો જયારે 4 મિત્રોનો આબાદ બચાવ થયો હતો મૃતક એન્જીયરીંગ કોલેજના વિદ્યાર્થીના મૃતદેહને માદરે વતન કુશ્કી અંતિમસંસ્કાર માટે લાવવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ હતી એકનો એક પુત્ર ગુમાવતા પરિવારનો કુળદિપક બુજાયો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર, કુશ્કી ગામના દશરથભાઈ લેંબાભાઈ પ્રણામી વાપી શહેરમાં ધંધાર્થે સ્થાઈ થયા છે તેમનો પુત્ર અંકુશ પ્રણામી વલસાડની ગવર્મેન્ટ પોલીટેકનીક કોલેજમાં અભ્યાસ કરે છે કોલેજના 6 મિત્રો ફ્રી લેક્ચર હોવાથી અતુલ કંપનીની પાછળ આવેલ પાર નદીના બોરી બંધ પર નાહવા પહોંચ્યા હતા નદીમાં પાણી જોઈને અંકુશ પ્રણામી,વ્રજ સોલંકી અને અંકુર પટેલે નદીમાં છલાંગ લગાવી હતી અન્ય ત્રણ મિત્રો નદી કિનારે નાસ્તો કરતા હતા ત્યારે નદીના ઊંડા પાણીમાં અંકુશ અને સાહિલ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા જયારે વ્રજને કિનારા પર બેઠેલા મિત્રોએ બચાવી લીધો હતો બે મિત્રો પાણીમાં ગરકાવ થઇ જતા અન્ય મિત્રોએ બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા હતા સ્થાનિક તરવૈયાઓએ બને મૃતકની લાશને બહાર કાઢી હતી ઘટનાસ્થળે પોલીસ દોડી આવી હતી બંને મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી