asd
27 C
Ahmedabad
Wednesday, September 18, 2024

સાબરકાંઠા: મધ્યપ્રદેશની કડિયા-સાસી ગેંગના 11 આરોપીઓને ખેડબ્રહ્મા પોલીસે ઝડપી પાડ્યા


CCTV ના આધારે આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ: અલગ અલગ રાજ્યમાં ચોરીને અંજામ આપતી મધ્યપ્રદેશની કડિયા-સાસી ગેંગના 11 આરોપીઓને ખેડબ્રહ્મા પોલીસે ઝડપી પાડ્યા

Advertisement

રોકડ રકમ, મોબાઈલ તેમાંજ ગાડી સહિત ૫,૫૬,૭૪૬ ના મુદ્દામાલ સાથે ૭ મહિલા અને ૪ પુરુષ આરોપીઓને ઝડપી પાડ્યા

Advertisement

પાર્ટી-પ્લોટ,રિસોર્ટ તેમજ બેંક આગળથી પૈસા લઈને નીકળતા નાગરિકોને ટાબરિયા (સગીર વયના બાળક) બાળક દ્વારા બેગ લીફ્ટિંગ કરી ચોરીને અંજામ આપતા હતા.

Advertisement

ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં હાહાકાર મચાવતી આંતરરાજ્ય ચોરી કરતી ગેંગના 11 આરોપીઓને પકડી પાડવામાં ખેડબ્રહ્મા પોલીસને મોટી સફળતા મળી છે.
ખેડબ્રહ્મા પોલીસની ટીમ ચોરીના ગુનાની તપાસમાં હતી ત્યારે સીસીટીવી કેમેરા તથા ટેકનિકલ સર્વેન્સની મદદ દ્વારા તપાસ ચાલુ હતી તે દરમિયાન ખેડબ્રહ્મા પોલીસને બાતમી મળી હતી કે ગુજરાત અને અન્ય રાજ્યમાં મોડસ ઓપરેન્ડીથી ચોરીને અંજામ આપનાર માણસો અમદાવાદથી ખેડબ્રહ્મા થઈ અંબાજી તરફ જઈ રહ્યા છે ત્યારે પોલીસે બાતમીના આધારે ખેડબ્રહ્મા બસ સ્ટેશન આગળ વોચ ગોઠવી બાતમીના આધારે આવતા ચાર ઈસમો પોતાના પ્રાઇવેટ સાધન તરફ ચાલતા જતા હતા ત્યારે શંકાસ્પદ લાગતા ઇસમોને પોલીસે કોડન કરી પકડી પાડી પૂછપરછ કરતા, દિલીપસિંગ સિસોદિયા, અમિતસીંગ, મોનુંસિંગ, ફુલજીતસિંઘ, ચારેય ઈસમો ની તપાસ કરતા તેમની પાસેથી ચાર નંગ મોબાઈલ અને 25,000 રોકડ મળી આવતા વધુ પૂછપરછ કરાતા તેઓએ મોબાઇલ તેમજ રોકડ રકમ ચોરી કર્યું હોવાનું કબૂલ્યું હતું ત્યારે તેમની સાથે અન્ય સાત મહિલા આરોપીઓ તમામ રહે.કડીયા સાંચી તા.પછોર(મધ્યપ્રદેશના) હોવાનું જણાવ્યું હતું. કુલ 11 આરોપીઓને રોકડ રકમ, કરિયાણાની ચીજવસ્તુ, મોબાઇનંગ-12 તેમજ swift ગાડી સહિત 5,56,746 મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement

પોલીસે જણાવ્યું હતું કે ઉપરોક્ત તમામ આરોપીઓએ અગાઉ ખેડબ્રહ્મા, હિંમતનગર ,આણંદ બાલાસિનોર, તેમજ મહેસાણા સહિત કુલ પાંચ જગ્યાએ ચોરીને અંજામ આપ્યું હતુ .
ત્યારે આ ગેંગમાં સામેલ અન્ય ત્રણ આરોપીઓને પકડવાના બાકી હોવાનું જણાવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!