ગોધરા,
ગોધરાની જાણીતી શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના એનએસએસ વિભાગના વિદ્યાર્થીઓએ ઉતરાયણ ની ઉજવણી વિશિષ્ટ રીતે કરી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓએ કોલેજની બાજુમાં આવેલા ચિલ્ડ્રન હોમ ખાતે મુલાકાત લીધી હતી ત્યાંના બાળકોને મીઠાઈ, ચોકલેટ્સ, ચીકી લાડુ ઉપરાંત પતંગનું વિતરણ કર્યું હતું. ચિલ્ડ્રન હોમના ભૂલકાઓએ પોતાનો પરિચય આપ્યો હતો અને એનએસએસ ના વિદ્યાર્થીઓએ પણ પોતાનો પરિચય આપ્યો હતો અને આત્મીયતા કેળવી હતી. ચિલ્ડ્રન હોમના કોર્ડીનેટર ઇલેશભાઈ બારીયા તેમજ સંચાલન કરનાર પુષ્પેન્દ્રભાઈએ ચિલ્ડ્રન હોમ ગોધરાની કાર્યશૈલી વિદ્યાર્થીઓને સમજાવી હતી. મેનેજર ઇલાબેન પંડ્યા એ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. ચિલ્ડ્રન હોમના સમગ્ર સ્ટાફનું વિદ્યાર્થીઓએ કુમકુમ તિલક અને ગુલાબ આપી અભિવાદન કર્યું હતું. ટીમલી અને ગરબા રમી વિદ્યાર્થીઓએ ઉતરાયણની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન કોલેજના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર તેમજ બોટનીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત ડો. રૂપેશ એન નાકરે કર્યું હતું. સંસ્થાના આચાર્ય ડો એમ બી પટેલે વિદ્યાર્થીઓના આ કાર્યને ખૂબ જ વખાણિયું હતું તેમજ શુભેચ્છાઓ આપી.
ગોધરા: N.S.S. ના વિદ્યાર્થીઓએ ગોધરાના ચિલ્ડ્રન હોમ ખાતે ઉતરાયણની ઉજવણી કરી
Advertisement
Advertisement