નેપાળમાં એક મોટી વિમાન દુર્ઘટનાના ઘટી છે. જેમાં મૃત્યુઆંક સત વધી રહ્યો છે. છેલ્લા અપડેટ પ્રમાણે નેપાળ સરકારે 68 મુસાફરોના મૃત્યુની પુષ્ટિ કરી છે.
નેપાળમાં એક મોટી વિમાન દુર્ઘટનાના ઘટી છે. નેપાળના પોખરામાં યતિ એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું છે. આ વિમાનમાં કુલ 68 મુસાફરો અને ચાલક દળના 4 સભ્યો સવાર હતા. નેપાળ સરકારે 68 યાત્રીઓના મોતની પુષ્ટિ કરી છે. આ વિમાન દુર્ઘટનામાં 5 ભારતીય યાત્રીઓના માર્યા ગયાની પણ પુષ્ટિ થઈ છે. નાગરિક ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. અત્યારે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે અને એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે. આ મામલે નેપાળ સરકારે ઈમરજન્સી કેબિનટે બેઠક બોલાવી છે. નેપાળ સ્થિત ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે.