પંચમહાલ- શહેરા પાસેથી પસાર થતી પાનમહાઈલેવલ કેનાલમાં ઈકો કાર ખાબકી,કોઈ જાનહાની નહી
ગોધરા
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના વાંટા વછોડા ગામે પસાર થતી પાનમ હાઈ લેવલ કેનાલ માં ઇકો ગાડી ચાલકે સ્ટેરીંગ કાબુ ગુમાવતા ઈકો ગાડી પાનમ હાઈલેવલ કેનાલ માં ખાબકી હતી. ચાલક સહિત એકનો બચાવ થયો હતો. વાટા વછોડા ગામ પાસે પાનમ હાઈ લેવલ કેનાલ પસાર થાય છે. આ કેનાલની બાજુમાંથી પસાર થતાં કાચા રસ્તા પર એક ગાડી ગાડી જતી હતી. જેના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કેનાલમાં ખાબકી હતી. કેનાલમાં પાણીની જથ્થો ઓછો હોવાથી કોઈ ગંભીર ઘટના ન બની હતી. સ્થાનિકોને જાણ થતા ચાલક અને અન્ય એક ઇસન ને બચાવી લીધા હતા સબ નસીબે જાનહાની ટળી હતી.