મોડાસા શહેરમાં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ ખરેખર કતરી હોય તેવી વરવી વાસ્તવિકતા જોવા મળી રહી છે ઉત્તરાયણના પર્વ પર સમી સાંજે ડુંગરી વિસ્તારમાં એક યુવતી સાથે છેડતીની ઘટના ઘટી હતી. ત્યારબાદ આ પરિવારજનો મોડાસા ટાઉન પોલીસ મથકે પહોંચ્યા હતા જોકે પહેલા ફરિયાદ લેવાની લઈને આનાકાની ચાલતી હતી. આ સમગ્ર ઘટનાને લઇને મોટી સંખ્યામાં સમાજના આગેવાનો પહોંચ્યા હતા અને ત્યારબાદ આખરે તેઓની રજૂઆત તો સાંભળવામાં આવી હતી.
આ મામલામાં પીડિત યુવતીએ ગંભીર આક્ષેપો કર્યા છે કે, તેણી રસ્તા ઉપર જતી હતી તે દરમ્યાન અસામાજીક તત્વો એ અગાશી પરથી અશ્ર્લિલ ટીપ્પણીઓ કરી તેની છેડતી કરી હતી. આ અંગે પીડિતાનો ભાઇ સાંભાળી જતા આ અસામાજીક તત્વો ને ટકોર કરી હતી. પીડિતાના જણાવ્યા અનુસાર એક કલાક પછી અસામાજીક તત્વો ડંડા લઇ ને પીડિતાઅને તેના પરિવાર ને મારવા માટે પહોંચી ગયા હતા. એટલુ જ નહિ ગંભીર આક્ષેપ લગાવ્યો છે તેને અને તેની માતાને બદ ઇરાદાથી ખેંચી લઇ ગયા હતા અને માર માર્યો હતો.
મહિલાના આક્ષેપોને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે કે મોડાસા શહેર તેમજ અરવલ્લી જિલ્લામાં પણ હવે બિહારવાળી જોવા મળી રહી છે શું? અસામાજિક તત્વોને પોલીસનો ડર નથી કે શું? પોલીસ આવા તત્વોને છાવરી રહી છે? અસામાજિક તત્વોને છાવરવાને કારણે આવા તત્વો મોટા બની જતા હોય છે અને કેટલીક વાર શહેરીજનો અને પોલીસ પર પણ હાવિ થતા હોય છે.
ઉતરાયણ ના દિવસે આ સમગ્ર ઘટના બની હતી ત્યારે વિવિધ પરિવારજનો મોડાસા ટાઉન પોલીસ માટે પહોંચ્યા હતા ત્યારે મોડાસા ટાઉન દ્વારા આ પરિવારજનોને અપશબ્દો બોલીને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને લોકોમાં એક રોષ જોવા મળ્યો હતો અને પી.આઈ સામે આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ હતી ત્યારે પી. આઈ. ગાડીમાંથી ઉતરતા જ ખાખી વર્ધીને શોભે નહીં તેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો ત્યારે લોકો પણ હવે સવાલો ઉઠાવી રહ્યા છે કે, શું સાહેબ ઘરે પણ આવા જ શબ્દોનો ઉપયોગ કરતા હશે?