28.2 C
Gujarat
Thursday, August 27, 2026
Home HeadLines બહુ ચર્ચિત પ્રેમ લગ્ન પછી લાગેલી આગ ઠારતું તંત્ર : ભુતાવડ ગામે...

બહુ ચર્ચિત પ્રેમ લગ્ન પછી લાગેલી આગ ઠારતું તંત્ર : ભુતાવડ ગામે આંતરજ્ઞાતિય પ્રેમ લગ્ન પછી હિજરત કરેલ પરિવારો પુનઃ સ્થાપિત કર્યા

0

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ભુતાવડ ગામમાં રહેતા નાઈ સમાજના યુવકને ગામની જ પટેલ સમાજની યુવતી સાથે પ્રેમ લગ્ન કરી લેતા યુવક અને યુવતીને તેમના પરિવારજનો અને સમાજના લોકોએ સમજાવવાનો પ્રયત્ન કર્યા બાદ પણ પ્રેમી યુગલ ટસનું મસના થતા બંને સમાજ વચ્ચે વૈમનસ્ય પેદા થયું હતું પટેલ સમાજે નાઈ સમાજનો બહિષ્કાર કરવાની સાથે પથ્થરમારો કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે નાઈ સમાજના 17 પરિવારો હિજરત કરવા મજબુર બન્યા હોવાના આક્ષેપ સાથે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપતા તંત્ર દોડતું થયું હતું અને બંને સમાજના અગ્રણીઓ સાથે રાખી સમાધાન કરાવ્યું હતું જો કે ભિલોડા પોલીસે ગામમાં શાંતિભર્યો માહોલ જળવાઈ રહે તે માટે બંદોબસ્ત યથાવત રાખ્યો છે

ભુતાવડ ગામે 17 પરિવારો દ્વારા કરવામાં આવેલ સ્થળાંતર મામલે ભિલોડા પીઆઈ એચ.પી.ગરાસીયા અને મામલતદાર ભુતાવડ ગામમાં ગુરુવારે પહોંચી ગામના આગેવાનો સાથે બેઠક કરી સમાધાન કર્યું છે. ત્યારે પ્રેમ લગ્ન કરનાર સમાજના યુવાનના પરિવારજનોને ગ્રામ લોકોએ ગામ બહાર મુકતા પરિવારો સ્થળાંતર માટે મજબૂર બન્યા હતા. જેને લઈને પ્રેમ લગ્ન કરનાર યુવકના પરિવારજનોએ સ્થળાંતર કર્યું હતું. જેઓને પોલીસ દ્વારા પ્રોટેક્શન સાથે ગામમાં પરત લાવવામાં આવ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!