26 C
Ahmedabad
Monday, March 27, 2023

ખાખીને કાળો ધબ્બો લગાવતા પૉલિસ કર્મી, કમાણી ઓછી પડતા બુટલેગર બન્યા, દારૂને ખેપ મારતા હિંમતનગર LCB એ દબોચ્યા


રાજસ્થાનમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવતા હોય છે આ માટે અવનવા કીમિયા બુટલેગરો અપનાવે છે, જોકે બુટલેગરના તમામ મનસુબા પર પોલીસ પાણી ફેરવી દે છે. વાત એટલી હદે વટી ગઈ છે કે, હવે તો પોલીસ કર્મચારીઓ જ બુટલેગર બની ગયા હોય તેવી ઘટના સામે આવી છે. અરવલ્લી જિલ્લામાંથી વિદેશી દારૂ અમદાવાદ અને ગાંધીનગર પહોંચાડવામાં આવતો હતું, જોકે આ દારૂ ગાંધીનગર કે અમદાવાદ પહોંચે તે પહેલા જ સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર એલસીબી અને એસઓજીની ટીમે દારૂની ખેપ મારતા ચાર બુટલેગરને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા બુટલેગરમાંથી બે પોલીસ કર્મચારીઓ હોવાનું સામે આવ્યું છે. બંને પોલીસ કર્મચારીઓ અરવલ્લી જિલ્લા હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા હતા. પોલીસ કર્મચારીઓની સંડોવણી સામે આવતા જ અરવલ્લી જિલ્લા પોલીસ એકશનમાં આવી અને જિલ્લા પોલીસવડા સંજય ખરાતે (1) રોહિતસિંહ જગતસિંહ ચૌહાણ, (પૉલિસ કૉન્સ્ટેબલ, હેડ ક્વાર્ટર, અરવલ્લી) અને (2) વિજયસિંહ છનાજી પરમાર, (પૉલિસ કૉન્ફરન્સ, હેડક્વાટર) ને સસ્પેન્ડ કરી દીધા છે.

Advertisement

કેવી રીતે સાબરકાંઠા પૉલિસે દારૂની ખેપ પકડી
સાબરકાંઠા જિલ્લાની SOG અને LCB ની ટીમે રણાસણ હરસોલ માર્ગ પર પેટ્રોલિંગ દરમ્યાનના સ્કોર્પિયો કારની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા તેમાંથી 34,608 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. સાથે જ કારમાંથી 2 પૉલિસ કર્મચારીઓ તેમજ બે બુટલેગર મળી 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

Advertisement

Advertisement

SP સંજય ખરાતે બંન્ને પૉલિસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા
સાબરકાંઠા જિલ્લા LCB એ વિદેશી દારૂની હેરાફેરીમાં કુલ 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં (1) રોહિતસિંહ જગતસિંહ ચૌહાણ, (પૉલિસ કૉન્સ્ટેબલ, હેડ ક્વાર્ટર, અરવલ્લી) અને (2) વિજયસિંહ છનાજી પરમાર, (પૉલિસ કૉન્ફરન્સ, હેડક્વાટર) ની સીધી સંડોવણી સામે આવતા અરવલ્લી જિલ્લા પૉલિસ વડા સંજય ખરાતે સસ્પેન્ડ કરી દીધા છે. બંન્ને પૉલિસ કર્મચારીઓ હાલ મોડાસા પૉલિસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા હોવાનું જિલ્લા પૉલિસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું.

Advertisement

રહિયોલ નજીક ખેતરમાં દારૂ સંતાડ્યો હતો
દારૂની ખેપ મારનાર પૉલિસ કર્મચારીઓ કેટલા સમયથી દારૂની હેરાફેરી કરતા હશે કે કહેવું મુશ્કેલ છે કારણ કે, પહેલા પણ દારૂમાં પૉલિસ કાર્યવાહી કરી હતી પણ હવે જે દારૂની ખેપમાં પકડાયા છે. આ સમગ્ર દારૂની ખેપમાં રણજીતસિંહ સાથે અન્ય બે આરોપીઓએ રહિયોલ નજીક વિજય થનાભાઈના ખેતરમાં સંતાડ્યો હતો,જેને તલોદ માર્ગે થઇને ત્યારે શંકાના આધારે પૉલિસે ઝડપી પાડ્યા હતા.

Advertisement

વિજયભાઈ છનાભાઈ પરમાર પહેલા પણ ખાખીને દાગ લગાવી ચૂક્યો છે.
અરવલ્લી જિલ્લા પૉલિસ વડા સંજય ખરાતે જણાવ્યું કે, હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતો વિજય છનાભાઈ પરમાર પહેલા પણ આવી ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયોલો હતો. પહેલા માલપુર પૉલિસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો ત્યારે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલો હતો અને સસ્પેન્ડ કર્યો હતો, એટલું જ નહીં એક ઝઘડાના કેસમાં પણ વિજય પરમાર સંડોવાયેલો હતો અને હવે ત્રીજીવાર વિદેશી દારૂની ખેપમાં પૉલિસે ઝડપી પાડ્યો છે.

Advertisement

ડિસમિસ કરવા માટે પ્રપૉઝલ મોકલાશે : SP
સતત ત્રીજીવાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવણી સામે આવતા પૉલિસ હવે કોઇપણ ઢીલાશ મુકવાના મુડમાં ન હોય તેવું લાગે છે. જિલ્લા પૉલિસ વડા સંજય ખરાતે જણાવ્યું કે, DGP અને IGP ની સૂચના હોવાથી કડકમાં કડક કાર્યવાહી આ મામલે થવી જોઈએ એટલે પૉલિસ તંત્ર દ્વારા દારૂની ખેપ મારનાર પૉલિસ કર્મચારીઓ સામે ડિસમિસ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ માટે પ્રપૉઝલ પણ મોકલવાની તજવીજ પૉલિસે હાથ ધરી છે, જેથી ભવિષ્યમાં આ પ્રકારની પૉલિસ કર્મચારીઓ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ ન થાય.

Advertisement

પૉલિસ કર્મચારીઓ ક્યાંથી દારૂ લાવતા હતા તે સવાલ
સાબરકાંઠા પૉલિસે અરવલ્લી જિલ્લાના બે પૉલિસ કર્મચારીઓને વિદેશી દારૂની ખેપમાં ઝડપી પાડતા હવે સવાલો ઉઠી રહ્યા છે કે, ઝડપાયેલા પૉલિસ કર્મચારીઓ દારૂ ક્યાંથી લાવતા હતા અને કોના આશીર્વાદ થી અરવલ્લી જિલ્લામાં દારૂ આવતો તે એક સવાલ છે. અરવલ્લી જિલ્લામાં બુટલેગરો પાસે દારૂ નથી પહોંચતો ત્યારે બુટલેગર બની બેઠેલા પૉલિસ કર્મચારીઓ પાસે દારૂ કેવી રીતે પહોંચ્યો તે પણ સવાલ છે.

Advertisement

શું હવે અરવલ્લી જિલ્લા પૉલિસ તપાસ કરશે?
અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા પૉલિસ કર્મચારીઓ દારૂની ખેપમાં ઝડપાતા હવે અરવલ્લી જિલ્લા પૉલિસ તપાસ કરશે કે નહીં તે સવાલ છે. કારણ કે, પૉલિસ કર્મચારીઓ જે દારૂ લાવતા તે દારૂ મેઘરજ અથવા તો ભિલોડાની આંતર૨જ્ય સીમા પરથી જ આવતો હશે ને…!!! જો આ વિસ્તારમાંથી આવતો હોય તો શું આ વિસ્તારમાં તૈનાત કોઈ અન્ય પૉલિસ કર્મચારીઓની પણ સંડોવણી હશે કે શું તે પણ સવાલો ઉઠી રહ્યા છે. હવે આ દિશામાં પૉલિસ તપાસ કરશે કે, પછી ફાઈલ બંધ થશે તે જોવું રહ્યું.

Advertisement

હવે તો બુટલેગર સુધરવાની ફિરાકમાં છે ત્યારે પૉલિસ કર્મચારીઓ અવડા રસ્તે ચઢતા હોય તેવો ઘાટ સર્જાયો છે. જે યુવાઓમે નોકરી નથી મળતી તે સવાર સવારમાં દોડી-દોડીને થાકી ગયા, એમ કરતા જો નોકરી મળે છે. પણ જ્યારે નોકરી મળી જાય ત્યારે આવા ગેરકાયદે કામ કરવામાં કેમ રસ દાખવે છે તે સમજાતું નથી. આવા લોકોને તાત્કાલિક ધોરણે હટાવી દેવાય તો નવ યુવાનોને નોકરીની તક મળે કારણ કે, હજારો યુવાનો ભરતીની લાઈનમાં દોડી રહ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!