30 C
Ahmedabad
Wednesday, May 1, 2024

બેટી બચાવો પણ કોના થી…!! ભાજપના MLA ગજેન્દ્રસિંહ પરમાર પર સગીરા સાથે જબરજસ્તી કરવાનો અને તેમના 3 મળતિયા પર છેડતીનો આરોપ


પૂર્વ મંત્રી અને પ્રાંતિજ ભાજપના ધારાસભ્ય અગાઉ પણ મહિલા સાથે પ્રેમ પ્રકરણમાં ભારે બદનામ થયા હતા

Advertisement

ગુજરાતના સહકારી અગ્રણી અને ધી સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ અમીચંદ પટેલ પર સગીરા અને તેની માતાને ધમકાવવાનો આક્ષેપ

Advertisement

રાજસ્થાનઆબુ રોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાતા સમગ્ર ગુજરાતમાં હડકંપ બંને ભૂગર્ભમાં ઉતરી ગયા, મોબાઈલ બંધ

Advertisement

ભાજપ સરકાર બેટી બચાવો…બેટી પઢાવોના નારા જોરશોરથી લગાવી રહી છે ત્યારે ભાજપના નેતાઓ જ સગીરા સાથે જબરજસ્તી કરતા હોવાના અને સગીરા તેમજ તેની માતાને ધમકાવતા હોવાના સહીત છેડતીના આક્ષેપ થતા લોક મુખે ચર્ચાએ જોર પકડ્યું છે કે બેટી બચાવો પણ કોના થી…?? પૂર્વ મંત્રી અને પ્રાંતિજ ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે તેમની સ્ત્રી મિત્રની સગીરા પુત્રી સાથે રાજસ્થાનમાં જબરજસ્તી શારીરિક અડપલાં કરવાનો અને સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ પટેલ સામે સગીરા અને તેની માતાને ધમકાવવાનો અને છેડતી કરવાનો આરોપ લાગતા ગુજરાતના રાજકારણમાં હડકંપ મચ્યો છે

Advertisement

પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્વ અગાઉ શારિરીક શોષણનો ગંભીર આરોપ મુકનાર મુકનાર મહિલા દ્વારા તેમના વિરૂદ્વ સિરોહી પોલીસ સ્ટેશનમાં ગંભીર આક્ષેપ કરતી ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં મહિલાએ આક્ષેપ કર્યો છે કે ઓગસ્ટ ૨૦૨૦માં તે ગજેન્દ્રસિંહ પરમારસાથે જેસલમેર જઇ રહી હતી ત્યારે આબુ રોડ પર આવતા તેણે મહિલા સાથે આવેલી તેની સગીર પુત્રી સાથે શારિરીક છેડછાડ કરી હતી અને આ બાબતે અરજી કરતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે સિરોહી પોલીસે કોઇ પગલા ન ભરતા કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા હતા અને છેવટે કોર્ટના હુકમના આધારે ગજેન્દ્ર ચૌહાણ અને ધમકી આપનાર મહેશ પટેલ વિરૂદ્વ ગુનો નોંધવાનો આદેશ કરતા ફરિયાદ નોંધાઇ છે.

Advertisement

.પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સતત વિવાદમાં રહે છે. અગાઉ તેમના પર શારિરીક શોષણ કરનાર મહિલાએ તેમના વિરૂદ્વ રાજસ્થાનના સિરોહી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે ગજેન્દ્રસિંહ વિરૂદ્વ તેની સગીર દીકરી સાથે શારિરીક છેડછાડ કર્યાનો આરોપ મુક્યો છે. આ સમગ્ર કેસની વિગતો એવી છે કે ગત ૮મી ઓગસ્ટ ૨૦૨૦ના રોજ મહિલા તેની સગીર પુત્રીને લઇને ગજેન્દ્રસિંહ પરમાર સાથે રાજસ્થાનના જેસલમેર ખાતે જઇ રહી હતી. ત્યારે આબુરોડ આવતા કારમાં ચક્કર આવતા મહિલાને ઉલ્ટી થતા તે કારમાંથી નીચે ઉતરી હતી. જેના થોડા સમય બાદ તેની સગીર પુત્રી ગભરાયેલી હાલતમાં બહાર આવી હતી અને તેણે કહ્યું હતું કે મારે જેસલમેર નથી જવુ. જો કે તેણે કારણ આપ્યું નહોતું. આ સમયે મહિલા અને ગજેન્દ્રસિંહ વચ્ચે સામાન્ય બોલાચાલી પણ થઇ હતી. જે બાદ તમામ લોકો જેસલમેર જવાને બદલે અમદાવાદ પરત આવી ગયા હતા. આ દરમિયાન ગજેન્દ્રસિંહ વિરૂદ્વ મહિલાએ કરેલા શારિરીક શોષણના આક્ષેપને લઇન કેસ ચાલતો હતો. જેમાં સતત મળતી ધમકીઓના કારણે ગત પાંચમી માર્ચ ૨૦૨૨ના રોજ તેણે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

Advertisement

મહિલાના દીકરીએ જેસલમેર જતા સમયે આબુ રોડ પર કારમાં ગજેન્દ્રસિંહે તેની સાથે શારિરીક છેડછાડ થયાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. જેના આધારે સિરોહી પોલીસ સ્ટેશનમાં તેના વિરૂદ્વ અરજી કરવામાં આવી હતી. પંરતુ, પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નહોતી. આ દરમિયાન સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ પટેલે મહિલાના ઘરે આવીને મારી નાખવાની ધમકી આપી હતી. આ તમામ ગંભીર બાબતોને લઇને પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી ન થતા સિરોહી ડીસ્ટ્રીકટ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી અને કોર્ટ તમામ બાબતોને ગંભીરતાથી લઇને ફરિયાદ નોંધવાનો હુકમ કરતા શુક્રવારે સિરોહી પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને મહેશ પટેલ વિરૂદ્વ ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!