31.3 C
Gujarat
Thursday, July 16, 2026
Home ગુજરાત અરવલ્લી : ભિલોડાના ટાકાટુંકા ગામે સાંજ પડતા દુકાનદારો કેમ ફફડી ઉઠે છે...

અરવલ્લી : ભિલોડાના ટાકાટુંકા ગામે સાંજ પડતા દુકાનદારો કેમ ફફડી ઉઠે છે વાંચો…!! જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું

0
207

ટાકાટૂંકા ગામમાં સાંજ પડતા દારૂ ઢીંચી છાકટા બનતા લુખ્ખા તત્ત્વોની દાદાગીરી સામે દુકાનદારો અને લોકો નિઃસહાય હાલતમાં

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં કાયદો અને વ્યવસ્થા ચીંથરેહાલ હોય તેમ ટાકાટૂંકા ગામમાં સાંજે બિહાર કે ઉત્તર પ્રદેશ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ટાકાટૂંકા ગામમાં સાંજે બજારમાં અસામાજીક તત્ત્વોના રંજાડથી દુકાનદારો અને રહીશો તોબા પોકારી ઉઠ્યા છે લુખ્ખા તત્ત્વોની અસહ્ય દાદાગીરીથી ત્રાહિમામ ટાંકાટૂંકા વેપારીઓ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી બજારમાં પોલીસ ચોંકી બનાવવામાં આવે અને અસામાજીક તત્ત્વો સામે કાર્યવાહી કરવામાં આવેની માંગ કરી હતી

ભિલોડા પંથકમાં અસામાજીક તત્ત્વોની દાદાગીરીનો દુકાનદારો સહીત લોકો પણ ભોગ બની ચુક્યા છે ટાંકાટૂંકા ગામની બજારોમાં સાંજ પડતાની સાથે દુકાનદારો અસામાજીક તત્ત્વોના ત્રાસના પગલે વેપારીઓ જીલ્લા કલેકટર કચેરીએ દોડી આવ્યા હતા જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે ગામમાં પોલીસ ચોકી પર કોઈ પોલીસકર્મી હાજર ન રહેતા લુખ્ખા તત્ત્વોને છુટ્ટોદોર મળી ગયો છે સાંજ પડતાની સાથે ટાંકાટૂંકા બજારમાં દુકાનો પર પહોંચી મનફાવે તે વસ્તુ ઉઠાવી લે છે કોઈ દુકાનદાર હેરાન કરે તો માર પણ મારી આતંક મચાવી રહ્યા છે લોકો પણ ઘર બહાર નીકળતા ડરી રહ્યા છે સાંજે છ વાગ્યા થી રાત્રીના દસ વાગ્યા સુધી આતંક મચાવતા વેપારીઓ ભયના ઓથાર તળે જીવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!