26 C
Ahmedabad
Monday, March 27, 2023

અરવલ્લી : બાયડમાં પોલીસે રક્તદાન કેમ્પ યોજ્યો, 80 થી વધુ બોટલ બ્લડ એકત્રિત કરાયું, પોલીસ અધિકારીઓ અને કર્મીઓનું રક્તદાન


અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની જવાબદારી વચ્ચે સતત માનવીય અભિગમ દાખવી રહ્યા છે જીલ્લા પોલીસતંત્ર દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત અને જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે લોહી મળી રહે તે માટે પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ રક્તદાન કરી રહ્યા છે બાયડ પોલીસ સ્ટેશનમાં યોજાયેલ રક્તદાન કેમ્પમા બાયડ પીએસઆઈ કે.એસ.દેસાઈ , આંબલીયારા પીએસઆઈ એસ.ડી.માળી અને પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં 80 બોટલ રક્ત એકત્રીકરણ કરાયું હતું

Advertisement

અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા આજરોજ બાયડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં બાયડ, સાઠંબા ,આંબલીયારા ,ધનસુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ હાજર રહ્યો હતો. વલ્લી જિલ્લા પોલીસ દ્વારા પોલીસ શહીદ દિન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન બાયડ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું. બાયડ, સાઠંબા આંબલીયારા, ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારના રક્તદાન કેમ્પનું આયોજન બાયડ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 80 થી વધુ બોટલો એકત્રિત કરવામાં આવી હતી. જનરલ હોસ્પિટલ હિંમતનગરના સહયોગથી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. રક્તદાન કરનાર દરેક વ્યક્તિને સર્ટિફિકેટ આપવામાં આવ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!