33 C
Ahmedabad
Saturday, May 18, 2024

World Sparrow Day : બાળકોના રિસામણાથી દાદા-દાદી કે નાના-નાની ચકલીનો અવાજ કાઢતા…નવી પેઢી માટે ચકલી એ હાથનો મોબાઈલ


અંકિત ચૌહાણ, અરવલ્લી

Advertisement

21 મી સદીમાં ઘણુય બદલાય છે, ટેકનોલોજી, વિજ્ઞાન અને સાહિત્યાનો ભરપૂર ખજાના સાથે નવી પેઢી તેને ખોબો ભરીને માણી રહ્યું છે. પણ કુદરતા ખોળે અને નરી આંખે જોવાતી કેટલીય વસ્તુઓ આજે જોવાતી નથી. ઘણાંય પક્ષીઓ આજે લુપ્ત થયા છે, ગીધ અને સમડી જેવા શબ્દો લગભગ લોકોના જીભ પર આવતા જ નથી, એનું કારણ છે કે, કપાયેલા વૃક્ષો અને લીમડાનું અસ્તિત્વ નહીંવત. આજથી લગભગ પચ્ચીવ વર્ષ પહેલા રાજ્યમાં સમડી અને ગીધ ઠેર ઠેર લીમડાના વૃક્ષો પર જોવા મળતા હતા, દેશી લીમડા પર સમડી અને ગીધનો ડેરો 24 કલાક રહેતો હતો, પણ આજના વૈજ્ઞાનિક ઢબથી તૈયાર કરવામાં આવતા લીમડા એટલા ઊંચા કે ગગનચુંબી નથી હોતા જેથી સમડી અને ગીધ જેવા પક્ષીઓ જોવા મળે. ગીધ અને સમડી પર્યાવરણ માટે ખૂબ જ ઉપયોગી પક્ષીઓ માનવામાં આવતા હતા, પણ તેનું નામુ નિશાન રહ્યું નથી, જવલ્લે એકાદ બે ગીધ કે સમડી દેખાઈ જાય અને તે પણ જો તમારા નસીબ સારા હોય તો.

Advertisement

આજે ગીધ અને સમડી પછી એક ઘરેલું પક્ષીની વાત કરવામાં આવે તો તે છે ઘર આંગણે ચીં…ચીં..કરતી ચકલીની.. ચકલી એ બાળકોને પ્રિય,, દાદા-દાદી કે નાના-નાની ની એ ચકલી કે, જે રિસામણા થયેલા બાળકોને મનાવવા માટે રોજ-રોજ ચકલીનો અવાજ તેમના મુખેથી કાઢતા અને બાળકોના એ રિસાઈ ગયેલા ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરતા કરતો શબ્દ એટલે ચકલી.

Advertisement

Advertisement

ફોટો – હિતેન્દ્ર પટેલ

Advertisement

સવાર થાય એટલે ઘરના આંગણાંમાં, અગાશી, ઘરની બહાર લગાવેલ કુંડામાં કે પછી ઘરમાં ઘૂસી જતી ચકલી આજે માત્ર ફોટા માં અથવા તો જવલ્લે જ માથા પર ઉડતી જોવા મળે છે. ચકલી એટલે રાત થાય એટલે વૃક્ષ ન દેખાય પણ નજીકની કોઇ માનવ વસાહત હોય ત્યાં જતી રહેતી, કેટલીક વાર તો ઘરમાં લગાવેલ પંખામાં પણ આવી જતી અને તેને બચાવવા માટે આપણે દોડીને માટલામાંથી પાણી લાવીને તેની પર નાખતા અને ચકલીને બચાવવા માટે અથાગ પ્રયાસો કરતા, પણ આજે તે દિવસો ચકલી માટે નથી. કારણ કે, ઘરમાં માટલા નથી અને ચકલી પણ આવતી નથી. એટલું જ નહીં આધુનિક અને અવનવી ડિઝાઈનના મકાનમાં હવે તો પંખાય નથી તો ચકલી આવવાનો સવાલ રહેતો નથી ને ચકલી ઇજાગ્રસ્ત પણ કેમ થાય.

Advertisement

સમય બદલાયો છે ત્યારે આજના નાના ભૂલકાઓને કેટલાય પક્ષીઓને ચકલી, સમડી, ગીધ જેવા પક્ષીઓની નિદર્શન અથવા તો તેનું વર્ણન કરવા માટે યુટ્યુબ અથવા તો ફોટોગ્રાફ્સનો સહારો લેવા પડતો હોય છે ત્યારે બાળકો ચકલી જેવા પક્ષીનો સારી રીતે સમજી શકે પણ અસરકારક રીત નહીં. કારણ કે, જે વસ્તુને પ્રત્યક્ષ રીતે જોઇને સમજવું અને પરોક્ષ રીતે સમજવું તેમાં જમીન આસમાનનો ફરક હોય છે.

Advertisement

આજે ચકલી દિવસ છે ત્યારે ચકલીઓને બચાવવાના ઘણાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પણ ચકલીઓના અસ્તિત્વ પર ઘણું જ જોખમ સાબિત થયું છે, તેમાંય મોબાઈલ ટાવરના રેડિયેશન મહત્વનો ભાગ ભજવી રહ્યું છે, જેથી ચકલીઓનું અસ્તિત્વ મોટા ભાગે નષ્ટ થયું છે. આજે ઘરની બહાર નિકળો તો ચકલી ની ચીં…ચીં… નહીં પરંતુ કોઇ વ્યક્તિના ઘર કે તેના હાથમાં રહેલા મોબાઈલની રિંગ ટોનની ગૂંજ સંભળાય છે.

Advertisement

વનવિભાગે ચકલીઓને બચાવવા માટે વિશેષ ઝૂંબેશ શરૂ કરવી જોઇએ, જેથી ચકલીઓના અસ્તિત્વ પર આવેલ જોખમ દૂર થઇ શકે અને ચકલીઓની પ્રજાતિ ફરીથી આકાશમાં ગૂંજતી થાય તો આવનાર પેઢીને ચકલીઓ વિશે ઊંડાણપૂર્વક સમજાવવાની જરૂર ન પડે.

Advertisement

Advertisement

ચકલીઓને બચાવવા માટે વિવિધ સામાજિક સંસ્થાઓ આગળ આવીને આર્ટિફિશિયલ માળા તેમજ ચકલીઓના રહેવા માટેના કાગળ કે પૂંઠાના માળા બનાવવાની ઝૂંબેશ ઉપાડી છે, અને કેટલાક અંશે ચકલીઓને બચાવવા માટે સફળ પણ થયા છે. માત્ર વર્ષમાં એકવાર વિશ્વ ચકલી દિવસે જ ચકલીઓને બચાવવાના પ્રયાસો ન કરવા જોઇએ પણ વર્ષના તમામ દિવસે ચકલીઓને બચાવવા માટે આપણે આગળ આવવું જોઇએ જેથી લુપ્ત થતી ચકલીઓની ચીં…ચીં.. ફરી ઘર આંગણે ગૂંજતી થાય અને બાળકોને ચકલીઓને પરોક્ષ રીતે નહીં પણ પ્રત્યક્ષ રીતે બતાવી શકીએ. ફરીથી દાદા-દાદી કે નાના-નાની રિસાયેલા ભૂલકાઓને મોબાઈલ ની રિંગ ટોન નહીં પરંતુ ચકલી ની ચીં…ચીં…ની ગૂંજ સંભળાવીને શાંત કરે.

Advertisement

ચકલી બચવો, આંગણાંને ગૂંજતું કરો..

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!