32.2 C
Gujarat
Wednesday, August 26, 2026
Home HeadLines અરવલ્લી : શામળાજી નજીક ટ્રક પલ્ટી જતા ટ્રકમાં લોકાચાર જતા 60 લોકો...

અરવલ્લી : શામળાજી નજીક ટ્રક પલ્ટી જતા ટ્રકમાં લોકાચાર જતા 60 લોકો ઈજાગ્રસ્ત, 12 ગંભીર, 108ની સાયરનથી શામળાજી ગુંજ્યું

0

અરવલ્લી : શામળાજી નજીક ટ્રક પલ્ટી જતા ટ્રકમાં લોકાચાર જતા 60 લોકો ઈજાગ્રસ્ત, 12 ગંભીર, 108ની સાયરનથી શામળાજી ગુંજ્યુ

પાંચ મહુડી નજીક ટ્રક પલ્ટી જતા સમગ્ર પંથક ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો, ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડા, DYSP ચૌધરી દોડી આવ્યા

વસાવા ગામના 60 લોકો ટ્રકમાં ભ્રહ્મપુરી લોકાચાર માટે વહેલી સવારે ટ્રકમાં નીકળતા ટ્રક પલ્ટી ખાઈ જતા ગમખ્વાર અકસ્માત

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના વસાવા ગામના 60 લોકો ટીંટોઈ નજીક આવેલા બ્રહ્મપુરી ગામમાં લોકાચાર માટે વહેલી સવારે ટ્રકમાં નીકળ્યા હતા ટ્રક વસાવા ગામથી થોડે દૂર આવેલા પાંચ મહુડીના ઢાળમાં અચાનક પલ્ટી ખાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ટ્રકમાં સવાર અનેક લોકો ટ્રક નીચે દબાઈ જતા સમગ્ર પંથક ચિચારીઓથી ગુંજી ઉઠ્યો હતો
પાંચ મહુડી નજીક ટ્રકને ગમખ્વાર અકસ્માત નડતા ટ્રકમાં સવાર 12 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા અન્ય લોકોને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો મારફતે શામળાજી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા સમગ્ર વિસ્તાર 108 એમ્બ્યુલન્સના સાયરનથી ગુંજી ઉઠ્યો હતો દવાખાનું ઈજાગ્રસ્ત લોકોથી ઉભરાયું હતું હોસ્પિટલ સ્ટાફ ખડેપગે સારવાર આપી હતી શામળાજી હોસ્પિટલમાં ધારાસભ્ય પીસી બરંડા અને ડીવાયએસપી કે.જે. ચૌધરી અને શામળાજી પોલીસ દોડી આવી હતી સદનીસીબે જાનહાની ટળી હતી

વસાવા ગામના 60 જેટલા લોકો ભરેલો ટ્રક વસાવા ગામથી પાંચ મહુડી ઢાળ ચઢતા અગમ્ય કારણોસર પલ્ટી ખાઈ જતા ટ્રકમાં સવાર તમામ લોકોને ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્તોની બૂમાબુમના પગલે સ્થાનિક લોકો અને ગામલોકો તેમજ સગા-સબંધીઓ ઘટનાસ્થળે ઉમટ્યા હતા અસહ્ય દર્દથી કણસતા ઈજાગ્રસ્ત લોકો કોણ કોને મદદ કરે તેવી સ્થિતિ પેદા થઇ હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!