31 C
Gujarat
Thursday, July 16, 2026
Home એન્ટરટેનમેન્ટ પઠાણ ફિલ્મ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો : મોડાસા શહેરના થિયટરોમાં પોલીસ બંદોબસ્ત...

પઠાણ ફિલ્મ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો : મોડાસા શહેરના થિયટરોમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ફિલ્મ રિલીઝ, દર્શકોએ કહ્યું દેશ પ્રેમ અને આર્મીની વાત

0
190

પઠાણ ફિલ્મમાં ઝૂમ જો પઠાણ સોંગ પર ઝૂમી ઉઠ્યા ચાહકો, શહેરના બંને થિયેટરમાં બંમ્પર બુકીંગથી હાઉસફુલ

શાહરુખ ખાનની બહુચર્ચિત અને ભારે વિરોધ અને વિવાદિત બંનેની પઠાણ ફિલ્મ આખરે બુધવારે દેશ-વિદેશમાં બુધવારે રિલીઝ થઈ હતી અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં આવેલ એટલાન્ટા અને મીરા થિયેટરમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે પઠાણ ફિલ્મનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો યોજાયો હતો પઠાણ ફિલ્મ જોવા મોટી સંખ્યામાં દર્શકો ઉમટ્યા હતા ચર્ચાસ્પદ પઠાણ ફિલ્મ જોવા મોડાસા શહેરમાં ભારે ઉત્સુકતા હોય તેમ બંને થિયેટરમાં એડવાન્સ બુકીંગ થઇ ગયું છે જીલ્લા પોલીસતંત્રએ પ્રથમ શો માં કોઈ અનિચ્છનીય બનાવ ન બનતા રાહતનો શ્વાસ લીધો હતો

મોડાસા શહેરના એટલાન્ટા અને મીરા થિયેટરમાં શાહરુખ ખાનની બહુ ચર્ચિત ફિલ્મ પઠાણનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફર્સ્ટ શો યોજાયો હતો એટલાન્ટા થિયેટરના માલિક અજય પટેલે જણાવ્યું હતું કે ફર્સ્ટ શો શાંતિ પૂર્ણ માહોલમાં પૂરો થયો છે મલ્ટીપ્લેક્સ એસોસિએશન દ્વારા પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવતા પોલીસતંત્ર દ્વારા બંદોબસ્ત આપવામાં આવ્યો છે પઠાણ ફિલ્મ ફર્સ્ટ શો ફર્સ્ટ ડેના દર્શકે જણાવ્યું હતું કે ફિલ્મમાં દેશ પ્રેમ અને આર્મીની વાત છે ‘ફિલ્મ એકદમ જોરદાર છે, આ ફિલ્મમાં વિરોધ કરવા જેવું અમને કંઈ લાગ્યું નથી

ફિલ્મ પઠાણનું બેશરમ રંગ ગીત રિલીઝ થતા જ દીપિકા પાદુકોણના ભગવા રંગના કપડાં પર વિવાદ ઉભો થયો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર બોયકોટ પઠાણ ટ્રેન્ડ પણ શરૂ થયો હતો. તેમ છતાં આ ફિલ્મને લઈ દેશભરના થિયેટરોમાં એડવાન્સ બુકિંગે રેકોર્ડ તોડ્યો હતો. એક તરફ ગુજરાત બહારના મોટા શહેરોમાં ફિલ્મના ફર્સ્ટ ડે ફર્સ્ટ શો દરમ્યાન શો હાઉસફુલ ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!