30 C
Ahmedabad
Wednesday, May 8, 2024

તું ડાકણ છે કહીં મહિલાને નિર્વસ્ત્ર કરી ઢોર મારનાર જેલના સળિયા ગણતા થઇ ગયા : મહિલાના પતિ સહીત સાત આરોપીની ધરપકડ


અત્યાચારનો ભોગ બનેલ પીડિત મહિલા સંસાર બચાવવા મોંઘા મોઢે સહન કરી સમાધાન કર્યા છતાં પતિ નહીં સુધારતા ફરિયાદ કરી
પતિના ત્રાસથી પિયરમાં રહેતી મહિલા તેના સંતાનોને મળવા ગઢીયા આવતા તેના પરિવારજનોએ ડાકણ કહીં તાલિબાની સજા આપી

Advertisement

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ગઢીયા ગામની 39 વર્ષીય મહિલા પર તેનો પતિ શંકા કરી ગમાડતો ન હોવાની સાથે ત્રાસ આપતા મહિલા છેલ્લા સાત મહિનાથી તેના પિતાના ઘરે રહેતી હતી મહિલા તેના બાળકોને મળવા ઘરે આવતા પતિની હાજરીમાં તેના જેઠાણી અને તેમના છોકરા અને પુત્રી મહિલાને ઘરેથી ઢસડી જઈ નિર્વસ્ત્ર કરી ઢોર માર મારતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી મહિલા શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચતા પતિ અને સામાજિક અગ્રણીઓએ સમાધાન કરાવી દીધું હતું મહિલાએ શામળાજી પોલીસ ફરિયાદ નોંધતી ન હોવાના આક્ષેપ સાથે જીલ્લા પોલીસવડા સંજય ખરાતે તપાસના આદેશ આપી પીડિત મહિલાની ફરિયાદ નોંધવા તાકીદ કરતા શામળાજી પોલીસે 7 આરોપી સામે ગુન્હો નોંધી ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. શામળાજી પોલીસે સીતાબેનની ફરિયાદના તેના પતિ હિતેન્દ્ર રૂપા ભગોરા, સંજય બાબુ ભગોરા,દિપક બાબુ ભગોરા, મંજુલા બાબુ ભગોરા,ઉમેશ બાબુ ભગોરા,અશોક બાબુ ભગોરા અને ગીતા બાબુ ભગોરાને ઝડપી પાડી કયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

આ પણ વાંચો – https://meragujarat.in/news/18229/

Advertisement

શું હતો સમગ્ર મામલો વાંચો
અરવલ્લી જીલ્લાના ભિલોડાના તાલુકાના ગઢીયા ગામે 39 વર્ષીય મહિલાને તું ડાકણ છે મારા પતિને ખાઈ જાય છે કહી એક પરિવારોએ મહિલાને ઢોર માર મારી નિર્વસ્ત્ર કરી બાંધી દીધી હતી તાલિબાની સજાનો ભોગ બનેલ મહિલા શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જતા પોલીસ ફરિયાદ નોધવાને બદલે આરોપીઓને છાવરતી હોવાના આક્ષેપ સાથે પીડિત મહિલા અને તેમના જીલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી

Advertisement

ગઢીયા ગામના સીતાબેન હિતેન્દ્રભાઇ ભગોરા (ઉં.વર્ષ-39) નામની મહિલાએ જીલ્લા એસપીને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે ગામના સંજય બાબુ ભગોરા,દિપક બાબુ ભગોરા, મંજુલા બાબુ ભગોરા, ઉમેશ બાબુ ભગોરા,અશોક બાબુ ભગોરા અને ગીતા બાબુ ભગોરા એક સંપ થઇ તું ડાકણ છે કહીં મારા પતિને અને પિતાને ખાઈ જાય છે કહી ડાકણ હોવાનો વ્હેમ રાખી મહિલાને ઘરેથી ઢસળી જઈ લાકડી અને ધારિયા વડે મૂઢ મારી નિર્વસ્ત્ર કરી તેમના થાંભલે બાંધી દીધી હતી મારી શાળાએ ગયેલ દીકરી ઘરે આવતા 108 એમ્બ્યુલન્સ અને પોલીસની મદદથી મારો છુટકારો થયો હતો સારવાર કરાવી હતી અશોક બાબુ શિક્ષક તરીકે ફરજ બજાવતો હોવાની સાથે તેની પત્ની અંજના શામળાજી પોલીસમાં હોવાથી શામળાજી પોલીસ ફરિયાદ લેતી ન હોવાનો આક્ષેપ કર્યો હતો પીડિત મહિલાએ તેના પતિ સહીત તાલિબાની સજા આપનાર 7 લોકો સામે ગુન્હો નોંધવામાં આવેની માંગ કરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!