32 C
Ahmedabad
Monday, April 29, 2024

પતિ-પત્ની વચ્ચે હંમેશા ઉષ્માભર્યા સંબંધો શક્ય નથી ?, જિંદગીમાં એકપણ વાર લડ્યા જ ન હોય તેવા પતિ-પત્નીને શોધવા અઘરાં !


Advertisement

ડો.સંતોષ દેવકર

Advertisement

 

Advertisement

પતિ : ‘એક કપ ચા માંગી’તી બીજુ શું ?

Advertisement

પત્ની : ‘હા હા મેં પણ એક સાડી માંગી’તી બીજુ શું?

Advertisement

‘હંહહહહ….અઅઅઅઅઅઅ…’

Advertisement

‘આહ…હં..હ..અ અફ્ફફ…’ થવું, હાફ.. ઉફ… કરતા બંનેના મોઢા વિરૂદ્ધ દિશામાં ફરી ગયા. એ ઘડી ને આજના દા’ડો બરાબર ઓગણત્રીસ દિવસ થયા, બન્ને વચ્ચે ‘અબોલા’ છે. એક જ ઘરમાં રહે છે. બધો વ્યવહાર સર ચાલે છે, પરંતુ એકબાજી સાથે બોલવાનો કોઇ સંબંધ નહિં. એક સર્વે મુજબ પતિ-પત્નીના ઝઘડાના મુળમાં તેમના મુદ્દા નાના પરંતુ ‘અબોલા’ ખૂબ મોટા હોય છે. પતિ-પત્ની બન્ને કૌટુંબિક જવાબદારીના ભાર તળે એટલા તો દબાયેલા હોય છે કે, ઘણીવાર તેમનો પ્રેમ પણ ગુંગળામણ અનુભવતો જોવા મળે છે.

Advertisement

પતિ-પત્ની વચ્ચેનો મીઠો ઝઘડો એટલે પ્રેમનું સમર્પણ. પરસ્પરની કાળજી. એકબીજાની જવાબદારીનો ભાર હળવો કરવા બન્ને મથતા હોય છે. તેને જ તેઓ કદાચ પ્રેમ કહેતા હશે ?

Advertisement

પતિ-પત્નીના સંબંધો લાંબા સમય સુધી એક સરખા ઉષ્માસભર રહેતા નથી. તેમાં ચઢાવ ઉતાર શક્ય છે. તેથી તેમાં પરિવર્તનની પેક્ષા અને તૈયારી સાથે જ જીવવું જોઇએ. કોઇપણ સંબંધ કે વ્યક્તિનો વિચાર પરિવર્તનશીલ છે જ એ વાત ગાંઠે બાંધવાથી ઓછા દુ:ખી થવાય છે. સંબંધોમાં વ્યવહારની પકડ ઢીલી અને પ્રેમની પકડ મજબૂત હશે તો પરિવર્તશીલ સંબંધ અંદરથી ઘણો મજબૂત રહેવાનો. – ડો. સંતોષ દેવકર

Advertisement

પતિ-પત્ની વચ્ચે સતત ઉષ્માસભર અને સારા સંબંધો મુશ્કેલ બને છે. પરિણામે લગ્ન સંબંધો ટકી રહેવાના ઉયાો દર્શાવતા પુસ્તકો ચપોચપ વેંચાઈ જતાં હોય છે. મનોવિજ્ઞાની ડો. વિલિયમ નેગલરનું પુસ્તક ‘ધ ડર્ટી હાફ ડઝન’માં તમણે નોંધ્યું કે, લગ્નજીવન લીલુછમ્મ કેવી રીતે રહી શકે ? સેક્સથી, ના, રોમાંસથી, ના, પ્રામાણિકતાથી, ના, નહિ તો, પતિ-પત્ની વચ્ચે હંમેશા ઉષ્માસભર સંબંધો શક્ય ખરાં ?  ડો. નેગલરના મત પ્રમાણે પતિ-પત્ની વચ્ચે વર્તમાન સમયમાં જે ચીજ જરૂરી છે તે કમ્યુનિકેશન અર્થાત્ બન્ને વચ્ચેનો સતત સંવાદ.

Advertisement

પતિ-પત્ની વચ્ચેના ઉષ્માસભર સંબંધોની પહેલ શરત એ છે કે, પતિ-પત્નીએ ક્યારેય અબોલા ન લેવા. અબોલા એ સૂક્ષ્મ હિંસા છે. પતિ-પત્ની વચ્ચે અબોલા થાય અને જો અબોલાનો સમયગાળો વધુ ને વધુ લંબાતો જાય તો સંબંધો પહેલા ઓક્સિજન પર અને પછી વેન્ટિલેટર પર મુકાઈ જતાં હોય છે. પતિ-પત્ની વચ્ચે ઝઘડો ભલે થાય પણ અબોલા ન થવા જોઇએ.

Advertisement

સુખી દામ્પત્યજીવની ગુરૂકિલ્લી એ છે કે, કદી ન કહો કે હું સાચો કે સાચી છું. ભલે તમે સાચા હો તો પણ તાબે થઇ જાઓ. અને કહો કે મને તારા વગર ચાલે એમ નથી. સંબંધોમાં લડવા જેવું કાઇ હોતું નથી. લડવાથી કાંઇ હાથ લાગ્યું છે ભલા ?

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!