33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home હેલ્થ અરવલ્લી : મોડાસાની મખદુમ સ્કૂલ ખાતે મેડિકલ ચેક અપ કેમ્પનું આયોજન

અરવલ્લી : મોડાસાની મખદુમ સ્કૂલ ખાતે મેડિકલ ચેક અપ કેમ્પનું આયોજન

0
384

મોડાસા નગરની મખદુમ હાઇસ્કુલ ખાતે રવિવારના રજો એકતા વિકાસ ટ્રસ્ટ દ્વારા મેડિકલ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 થી વધુ નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા નિ:શુલ્ક મેડિકલ ચેક અપ કરવામાં આવ્યો હતો. આ મેડિકલ ચેક અપ કેમ્પમાં મોટી સંખ્યામાં આસપાસના લોકો તબીબી સલાહ અને ચેક અપ માટે પહોંચ્યા હતા.

એકતા વિકાસ ટ્રસ્ટ મોડાસા અને સરજીલ મોડાસીયાના સહયોગથી શક્તિ હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેક અપ કેમ્પ યોજવામાં આવ્યો હતો, આ મેડિકલ ચેક અપ કેમ્પમાં બાળકોની તમામ પ્રકારની તપાસ, સ્ત્રી રોગ, હાડકાના રોગની તપાસ, યુરોલોજી વિભાગ, કાન,નાક, ગળાની સારવાર, ડાયબિટીસ, હ્રદય રોગ, બ્લડ પ્રેશ, ટી.બી., સહિતની તપાસ કરવામાં આવી હતી. આ મેડિકલ ચેક અપ કેમ્પમાં 10 થી વધારે તબીબ નિષ્ણાંતોની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તપાસ કરવામાં આવ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!