30 C
Ahmedabad
Tuesday, April 23, 2024

અરવલ્લી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટકી, જિલ્લા સેવા સદન નજીકથી કારમાંતી 5 લાખનો દારૂ પકડ્યો


અરવલ્લી જિલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે, વર્ષે દહાડે કરોડો રૂપિયાનો દારૂ પોલિસ પકડી પાડતી હોય છે ત્યારે લોકલ પોલિસ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મોટી સફળતા મળી છે. શામળાજી રોડ વિસ્તારમાં જિલ્લા સેવા સદન નજીકથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 5 લાખ રૂપિયાનો વિદેશા દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.

Advertisement

સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમ અરવલ્લી જિલ્લા માં આટાફેરા મારી રહી છે. સ્ટેટ મોનેટરીંગ સેલ ની ટીમ એ શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારના માર્ગ પરથી દારૂની લાઈન ચાલતી હોવાની બાતમી મળતા ખાનગી કારમાં પીછો કરતા મોડાસા નજીકથી મોટી માત્રમાં વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી કારમાંથી વિદેશી દારૂ જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો તથા બિયર ટીન નંગ-961 કિંમત રૂ.1,36,930/- ના જથ્થા સાથે કાર ચાલક રાજુભાઇ દોલારામ ડામોર(રહે.ભુંવાલી ગામ,તા.ડુંગરપુર) ને દબોચી લઇ દારૂ,રોકડ રકમ ,કાર, મોબાઈલ મળી રૂ.5,38,050/-લાખનો મુદ્દામાલ જપ્ત કરી દારૂની હેરાફેરીમાં વોન્ટેડ આરોપી વિજયસિંહ લક્ષ્મણસિંહ રાજપુર(રહે.આસપુર તા.ડુંગરપુર)નામના બુટલેગર સામે પ્રોહિબિશન એકટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!