28 C
Ahmedabad
Tuesday, April 16, 2024

Paper Leaked : પંચમહાલના ગોધરામાં એસ.ટી.બસ સ્ટેશન બહાર પરીક્ષાર્થીઓનો વિરોધ, લુણાવાડા રૉડ પર ચક્કાજામ


પંચમહાલ- જુનિયર ક્લાર્કની પરિક્ષા રદ થવાને પગલે પરિક્ષાર્થીઓમાં ભારે રોષ, ગોધરામાં એસટી બસ સ્ટેશનના ગેટ પર બેસીને સુત્રોચ્ચાર, લુણાવાડામાં પણ રોડ પર ચક્કાજામના દ્શ્યો

Advertisement

ગોધરા,લુણાવાડા
ગુજરાત પંયાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે લેવાનારી જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરિક્ષાનું પેપર ફુટતા આજે ગુજરાતના લાખો પરિક્ષાર્થીઓની આશા પર પાણી ફરી વળ્યુ હતુ. આજે 11 વાગે પરિક્ષા લેવાય એ પહેલા જ પરિક્ષા કેન્સલ થયાની જાહેરાત થઈ હતી.પંચમહાલ જીલ્લામાંથી પણ લાખો પરિક્ષાર્થીઓ પેપર આપવાના હતા. ગોધરા ખાતે પરિક્ષા આપવા જનારા અને અન્ય જીલ્લામાથી ગોધરા શહેરમા પરિક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓમા ભારે નારાજગી જોવા મળી રહી હતી, પરિક્ષા રદ થવાને કારણે મામલો એટલો બંધો તંગ બની ગયો હતો. કે પરિક્ષાર્થીઓ એસ.ટી.બસના ગેટ પાસે બેસી સુત્રોચ્ચાર કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. એટલુ જ નહી પરિક્ષાર્થીઓને ભાજપ સરકાર સામે વિરોધના પણ નારા લગાવ્યા હતા. મહિસાગર જીલ્લાના વડામથક લુણાવાડા ખાતે પણ આ પરિસ્થિતી જોવા મળી હતી, જેમા વિદ્યાર્થીઓએ રોડ પર ચક્કા જામ કર્યા હતા.

Advertisement

આજે લેવાનારી જુનિર કલાર્કની પરિક્ષા રદ થતા ગોધરામાં પણ પરિક્ષાર્થીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી હતી.પરિક્ષાના સેન્ટરો અન્ય જીલ્લામાં હોવાથી ગોધરા એસ.ટી બસ સ્ટેશન ખાતે પણ મોટી પરિક્ષાર્થીઓની ભીડ જોવા મળી રહી હતી. પણ જ્યારે પરિક્ષા રદ થઈ તેવુ જાણ થતા જ પરિક્ષાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બસ સ્ટેશન પર ચક્કાજામનો માહોલ જોવા મળ્યો હતો. અને સરકાર સામે સુત્રોચ્ચાર બોલાવ્યા હતા,એક બાજુ કેટલાક પરિક્ષાર્થીઓ રડી પડયા હતા.ગોધરા બસ સ્ટેશન પર પરિસ્થીતી એટલી બંધી તંગ થઈ ગઈ હતી, પંચમહાલ પોલીસની ટીમો પહોચી ગઈ હતી, અને પરિક્ષાર્થીઓને સમજાવતી હતી. પણ પરિક્ષાર્થી ઓ એસ.ટી બસ સ્ટેશનના ગેટ આગળ બેસીને વિરોધ કર્યો હતો. એક બાજુ બીજા જીલ્લાથી પરિક્ષા આપવા આવેલા પરિક્ષાર્થીઓમાં નિરાશા જોવા મળી હતી.

Advertisement

મહિસાગર જીલ્લાના લુણાવાડામાં પણ ચક્કાજામના દ્શ્યો મહિસાગર જીલ્લાના લુણાવાડા ખાતે પણ આ જ પરિસ્થિતી જોવા મળી હતી. પરિક્ષાર્થીઓ રોડ પર આવીને વિરોધ કરતા હાલોલ-શામળાજી હાઈવે માર્ગ પર પણ વાહનોની લાંબી કતાર જામના દ્શ્યો સર્જાયા હતા.મામલો થાળે પાડવા પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ પહોચી હતી.અને વિદ્યાર્થીઓને સમજાવાનો પણ પ્રયત્ન કર્યો હતો. અત્રે નોધનીય છે કે આ પહેલા પણ ગુજરાતમાં ઘણી સ્પર્ધાત્મક પરિક્ષાના પેપર ફુટવાની ઘટનાઓ બની છે. ત્યારે ફરી 2023ના નવા વર્ષની શરુઆતમાં જ પેપર ફુટતા ભારે આક્રોશ પરિક્ષાર્થીઓમાં જોવા મળી રહ્યો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!