27 C
Ahmedabad
Friday, March 29, 2024

Paper Leak: AAP એ અરવલ્લી કલેક્ટરને આપ્યું આવેદન પત્ર, નુકસાન પેટે ઉમેદવારોને પચાસ હજાર ચુકવવાની માંગ


ગુજરાત માં પેપર ફુટવાની ઘટના વારંવાર બનતી જાય છે ફરી તારીખ 29-01-2023 ના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા નું પેપર લીક થતાં સમગ્ર રાજ્યમાં અલગ અલગ સંગઠનો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે, રાજકીય પાર્ટીઓ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર ને આવેદન પત્ર આપી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને પરીક્ષાર્થીઓના હિતમાં નિર્ણય લેવાય તેવી ઉગ્રા માંગ કરી હતી.

Advertisement

અરવલ્લી જીલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે કે, અત્યાર સુધી ફુટેલા તમામ પેપરો કોણ કોણ જવાબદાર છે તેની વિગતો જનતા સામે જાહેર કરવામાં આવે, હાલના બનાવ માં સુપ્રીમ કોર્ટ ના નુવૃત ન્યાયાધીશ પાસે ઝડપથી કેસ ચલાવવામાં આવે, હાલમાં જે પેપર ફુટવાની ઘટના ને લઈ ને વિદ્યાર્થીઓને નુકસાન પેટે 50,000 દરેક ને આપવામાં આવે અને સરકાર ની પ્રેસ હોવા છતાં કોના ઇસારે ખાનગી પ્રેસ માં છપાય છે તેની તપાસ કરામાં આવે સરકારી પ્રેસ માંજ છાપવામાં આવે.

Advertisement

પેપર ફુટવાના લીધે થયેલ યુવાનો થયેલ તકલીફ ને વહેલી તકે ન્યાય નહી મળે તો આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ કાર્યક્રમ હાથ ધરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. આ બાબતે અરવલ્લી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં જીલ્લા પ્રમુખ અરવિંદ પરમાર, ડી.બી.ડામોર, પ્રદેશ સહમંત્રી જયદીપસિંહ ચૌહાણ, ઉસ્માનલાલા ઉપપ્રમુખ અરવલ્લી જીલ્લા માયનોરેટી, પી.સી. ભગોરા ભીખાભાઇ, પ્રોફેસર રાજેન્દ્રસિંહ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યાહ તા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!