29.4 C
Gujarat
Friday, July 17, 2026
Home આંતરરાષ્ટ્રીય ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં સતત વરસાદ વરસતા પૂરની સ્થિતિ સર્જાઈ, ઠેર ઠેર જળબંબાકાર

ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં સતત વરસાદ વરસતા પૂરની સ્થિતિ સર્જાઈ, ઠેર ઠેર જળબંબાકાર

0
150

ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં 15 કલાક સુધી સતત વરસાદ વરસતા શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે આગામી દિવસો હજુ ભારે રહેશે તેવી આગાહી પણ હવામાન વિભાગે વ્યકત કરી છે. ઓકલેન્ડમાં ઉનાળાના સામાન્ય વરસાદના 75 ટકા વરસાદ માત્ર 15 કલાકમાં થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, પૂરના કારણે સરકારે કટોકટીની જાહેરાત કરી છે. પૂરની સ્થિતિના પગલે 4 લોકોના મોતની આશંકા પણ વ્યકત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પૂરના કારણે લોકોને સલામતીના ભાગરુપે સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ શરુ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!