30.6 C
Gujarat
Thursday, July 16, 2026
Home પીપલ અરવલ્લી: મોડાસાની કલરવ સ્કૂલ ખાતે નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો, 200 લોકોએ...

અરવલ્લી: મોડાસાની કલરવ સ્કૂલ ખાતે નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો, 200 લોકોએ આંખોની તપાસ કરાવી

0
141

મોડાસાની કલરવ સ્કૂલમાં શ્રી કપિલાબેન JBS ફાઉન્ડેશન સંચાલિત શ્રી તુલસી દાસ શાહ વિઝન સેન્ટર દ્વારા સમતા વિકાસ ટ્રસ્ટ અને અંધજન મંડળે કલ્પનાબેન અરૂણભાઇ શાહના સ્મરણાર્થે નિશુલ્ક નેત્ર નિદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા અરવલ્લી જિલ્લાને મોતિયા વિહોણું બનાવવાનો સંકલ્પ કરવાના ઉદ્દેશ સાથે દસમો કેમ્પ યોજાયો હતો.જેમાં 200 થી વધુ દર્દીઓએ આંખોની તપાસ કરાવી હતી અને જે દર્દીઓને આંખોની તપાસ બાદ મોતિયાના ઓપરેશનની જરૂરિયાત અનુસાર 28 દર્દીઓને બારેજા ખાતે આંખની હોસ્પિટલમાં લઈ જઈ ની: શુલ્ક મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવશે અન કેમ્પમાં 100 થી વધુ દર્દીઓને ની: શુલ્ક ચશ્મા આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં સમતા ટ્રસ્ટના ચેરમેન જીતુભાઈ શાહ, પરેશભાઈ ,જ્યોતિબેન તથા સીમાબેન નેત્ર નિદાન કેમ્પમાં ઉપસ્થિત રહી સહયોગ આપ્યો હતો તુલસીદાસ પી.શાહ વિઝન સેન્ટરના બીપીનભાઈ શાહ ના સાનિધ્યમાં ઊર્મિલ શાહ,હર્ષદ જોષી,અને કાર્યકરો જોડાઈ સફળ બનાવ્યો હતો.આ કેમ્પમાં 200 જેટલા દર્દીઓની આંખની તપાસ ની: શુલ્ક કરવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!