28.4 C
Ahmedabad
Friday, April 19, 2024

અરવલ્લી : માલપુર તાલુકામાં માઇક્રો ફાઈલેરિયા(હાથીપગો) સર્વેલેન્સ કામગીરી, THO સહિતના અધિકારીઓ જોડાયા


માલપુર THO જગદીશ પ્રણામી ‘આવો સૌ સાથે મળીને ફાઇલેરિયા મુકત ભાવિ પેઢીનું નિર્માણ કરીએ’ સૂત્રને સાર્થક કરવા કટિબદ્ધ

Advertisement

હાથીપગાનો રોગએ ક્યુલેક્સ મચ્છર મારફતે ફેલાય છે અને આ મચ્છર ગંદા પાણીમાં ઈંડા મૂકે છે આ મચ્છર રાત્રે કરડે છે અને રોગ ફેલાવે છે હાથીપગાનો રોગ થયા પછી તેની અસર 5 વર્ષ પછી દેખાય છે આ રોગ એલીમીનેશન તરફ હોય નોન એન્ડેમીક વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી કરવાની થતી હોય માલપુર તાલુકામા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને જીલ્લા મેલેરિયા અધિકારી અરવલ્લી જિલ્લા પંચાયત માગૅદશૅન હેઠળ અને તાલુકા આરોગ્ય કચેરીના સહયોગથી પ્રા.આ. કેન્દ્ર રંભોડાના જાલમખાંટના મુવાડા ગામમાં અને પ્રા.આ. કેન્દ્ર સાતરડાના અણીયોર – ત્રિકમપુર ગામમાં આરોગ્યની ટીમ મારફતે તારીખ ૩૦-૩૧ જાન્યુઆરી અને ૧ ફેબ્રુઆરીના રોજ આરોગ્ય શિક્ષણ, સર્વેલન્સની કામગીરી અને લોહીના નમુના રાત્રે ૮ થી ૧૨ ના સમયમાં લેવાની કામગીરી હાથધરાવામાં આવી હતી

Advertisement

આ સર્વેલન્સની કામગીરી પહેલા આરોગ્યની ટીમને તાલીમ આપવામાં આવેલ અને ઘરે ઘરે જઈને કુલ ૧૧ ટીમ મારફતે બંને ગામમાંથી ૪૮૨ ઘર અને ૧૯૫૩ વસ્તી આવરી લઈને ૨૦ વર્ષથી વધુ ઉંમરના વ્યકિતઓમાંથી એક સાઈટ પરથી ૩૦૦-૩૦૦ એમ કુલ ૬૦૦ લોહીના નમુના લેવામાં આવેલ છે જેની તપાસ પ્રા.આ. કેન્દ્રના તાલીમબધ્ધ લેબોરેટરી ટેકનીશીયન મારફતે કરવામાં આવેલ છે અને કોઇપણ વ્યકિતમાં હાથીપગાનો રોગ જોવા મળેલ નથી. તમામ કામગરીનું જિલ્લા તેમજ તાલુકા કક્ષાએથી સુપરવિઝન અને મોનીટરીંગ કરવામાં આવેલ.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!