મોબાઇલ યુગમાં પરંપરાગત રમતો વિસરાઈ રહી હોવાની સાથે બાળકો વિવિધ રમત રમવાના બદલે મોબાઇલમાં ગેમ રમવામાં રચ્યા પચ્યા રહેતા હોવાથી શારીરિક અને માનસિક કૌશલ્યનો વિકાસ રૂંધાઇ રહ્યો છે મોડાસા શહેરની શ્રી જે.બી.શાહ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના પ્રાથમિક વિભાગ દ્વારા સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી.
ધી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી જે.બી. શાહ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતા બાળકોમાં રહેલી પ્રતિભાને નીખારવા સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1000 થી વધુ બાળકોએ વિવિધ રમતો જેવીકે લીબું ચમચી, સંગીત ખુરશી, શેક રેશ, ૪૦૦ મીટર દોડ,બર્ગર રેશ, સ્લો સાઈકલ વગેરે રમતોમાં ભાગ લીધો હતો, કોરોનાકાળ પછી ૩ થી ૪ વર્ષ બાદ બાળકોએ રમતોત્સમાં ભાગ લેવાનો લાભ મળયો હતો આ પ્રસંગે મ.લા.ઉ.કે. મંડળનાં પ્રમુખ નવીનચંદ્ર મોદી, પ્રભારીમંત્રી પરેશભાઈ મેહતા, જિલ્લા રમતગમત અધિકારી કલાસવા, મોડાસા ટાઉન પી.આઈ વાધેલા તેમજ જિલ્લા શિક્ષણ વિભાગમાંથી જયેન્દ્ર ભટ્ટ હાજર રહી બાળકોને રમતના કોશલ્ય વિશે માહિતી આપી હતી. બાળકો અભ્યાસની સાથે સાથે સ્વાસ્થા સારું રાખવા માટે વિવિધ રમતોમાં ભાગ લે તે માટે અનુરોધ કર્યો હતો. આપણા દેશના બાળકો આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમતોમાં ભાગ લઇ દેશનું નામ રોશન કરે તે માટે પ્રતિભાવ આપ્યો હતો, આ સમગ્ર કાર્યકમ નું સંચાલન આચાર્ય દીપકભાઈ મોદી અને શૈક્ષણીક સ્ટાફે કર્યું હતું