33 C
Ahmedabad
Friday, March 29, 2024

પંચમહાલ: શહેરા તાલુકાના ખોજલવાસા ગામે દીપડાએ કર્યો મહિલા પર હુમલો, બુમાબુમ કરતા દીપડો ખેતરમાં ભાગી જતા મહિલાનો બચાવ


પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ખોજલવાસા ગામમાં દીપડાની દહેશતથી ગામલોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.દીપડાએ આંગણવાડીમાં ફરજ બજાવતી તેડાગર પર હુમલો કરતા ભયનો માહોલ ફેલાયો છે.જ બાળકોને લેવા જઈ રહેલી તેડાઘર પર એકાએક હુમલો કરતા બુમાબુમ કરતા દીપડો ખેતરમાં ભાગી ગયો હતો. દીપડાએ હુમલો કરવાની ઘટનાની જાણ શહેરા વનવિભાગને થતા આરએફઓ સહિતના અન્ય અધિકારીઓની ટીમ ખોજલવાસા પહોચી તપાસ શરુ કરી હતી.જેમા પ્રાથમિક દ્દષ્ટિએ તપાસ કરતા ખેતરમાં પગલાની છાપ જોવા મળતા દીપડો જ હોવાની માહિતી બહાર આવી હતી.

Advertisement

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ખોજલવાસા અને સાજીવાવ ગામની આસપાસ જંગલ વિસ્તાર આવેલો છે.આ ગામના લીમડા ફળિયામાં રહેતા અને આંગણવાડીમાં તેડાગર તરીકે ફરજ બજાવતા જ્યોતિકાબેન પટેલ સવારના સમયમાં બાળકોને લેવા જઈ રહ્યા હતા.તે જ સમયે એકાએક દીપડો ખેતરમાંથી આવીને જ્યોતિકાબેન પર હુમલો કરી દીધો હતો. અને દીપડાએ પગના ભાગે જીવલેણ હુમલો કરવાની કોશિષ કરી હતી,પણ સાડીના કારણે દીપડાના નખ જ પગના ભાગે વાગ્યા હતા.પરંતુ તેના કારણે પગ પર ચીરો પણ પડી ગયો હતો.એકાએક દીપડો આવી ગયેલો જોઈ જ્યોતિકા બહેન ગભરાઈને બુમાબુમ પાડવા લાગ્યા હતા.અને આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા.તે પહેલા દીપડો મકાઈના ખેતરમાં થઈ જંગલ વિસ્તારમાં ભાગી ગયો હતો. દીપડાએ મહિલા પર હુમલો કર્યાની જાણ શહેરા વનવિભાગની ટીમને થતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રોહિતકુમાર પટેલ સહિત ટીમ ખોજલવાસા ગામ પહોચી તપાસ શરુ કરી હતી.દીપડાએ હુમલો કર્યો તે દિશામાં તપાસ હાથ ધરવામા આવી હતી.જ્યા ખેતરમા પગલાની છાપ મળી આવી હતી.જે દીપડાની હોવાની વિગત સાપંડી હતી. હાલમાં વનવિભાગ આ વિસ્તારમાં નજર રાખી રહ્યુ છે. શહેરા તાલુકામા દીપડાએ હુમલો કરવાની આ પહેલી ઘટનાને લઈને ગામ તેમજ આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે.

Advertisement

તપાસમા દીપડો જ હોવાની વિગતો મળી
શહેરા વનવિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રોહિતકુમાર પટેલે જણાવ્યું હતુ કે તપાસમા દીપડો હોવાનુ અમને જાણવા મળ્યુ છે. દીપડો પોતાના શિકારની શોધમાં પાંચ-છ કિમી ફરતો હોય છે. ઘણીવાર સવાર પડી જવાથી તે ત્યા રોકાઈ જતો હોય છે.દીપડો સામાન્ય રીતે રાતે જ શિકારમાં નીકળતો હોય છે. ક્યાક ભુલો પડીને આવી ગયો હોય તેવુ અનુમાન અમે લગાવી રહ્યા છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!