31 C
Ahmedabad
Thursday, April 25, 2024

વ્યાજખોરોના ચુંગાલમાંથી છોડાવવા અરવલ્લી પોલીસનું લોન અભિયાન: 350 લોકો માંથી 83 લોકોને બેંક વ્યાજે લોનનો લાભ મળ્યો


SP સંજય ખરાતે 83 થી વધુ જરૂરિયાત મંદ લોકોને બેંક વ્યાજદારે લોન પ્રમાણપત્ર એનાયત કર્યા

Advertisement

ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાધીરી સામાન્ય નાગરિકોનું આર્થિક શોષણ કરનાર અસામાજિક તત્વો વિરુદ્ધ પાંચ જાન્યુઆરી 2023થી ગેરકાયદેસર વ્યાજખોરીનો ધંધો કરતા શખ્સો વિરુદ્ધ ડ્રાઇવ યોજાઈ હતી. ત્યારબાદ અરવલ્લી જિલ્લા પોલીસતંત્રએ બેંક અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સહયોગ થકી ગુરુવારે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ અસરકારક બનાવવા પોલીસતંત્ર દ્વારા કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં 350 લાભાર્થીઓએ લાભ લીધો હતો.

Advertisement

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં જીલ્લા પોલીસવડા સંજય ખરાતના અધ્યક્ષતામાં લોન કેમ્પ યોજાયો હતો જેમાં શહેરમાં આવેલી તમામ બેન્ક, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને નગરપાલિકા તંત્ર દ્વારા સહાયતા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા જરૂરિયાતમંદ લોકો જેવા કે નાના ધંધાર્થીઓ ફેરિયા, રીક્ષા ચાલક, શાકભાજી વેચનાર લોકો તેમજ અન્ય લોકોને લોન પર નાણાની જરૂરિયાત હોવાથી બેંક વ્યાજે અને સબસીડી લોન કેમ્પ યોજ્યો હતો જેમાં 350 થી વધુ લાભાર્થીઓએ ઉપસ્થિત રહ્યા હતા 83 જરૂરિયાતમંદોને લોન અરજી સ્વીકાર કરી લોન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ કેમ્પમાં શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!