29.4 C
Gujarat
Friday, July 17, 2026
Home HeadLines America : ગુજરાત મેઘરજના ઉદ્યોગપતિ દંપતીની મોટેલ પર ગુંડાઓ ત્રાટકી ફાયરીંગ કરી...

America : ગુજરાત મેઘરજના ઉદ્યોગપતિ દંપતીની મોટેલ પર ગુંડાઓ ત્રાટકી ફાયરીંગ કરી હત્યા કરતા ચકચાર, વતનમાં ગમગીની છવાઈ

0
126

ગુજરાતના અનેક લોકો ધંધાર્થે અને નોકરી સહીત અભ્યાસ માટે વિદેશની વાટ પકડી સ્થાઈ થયા છે અમેરિકા સહીત અન્ય દેશમાં ભારતીયોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે છેલ્લા કેટલાક વર્ષમાં અમેરિકામાં વસતા ભારતીયોની હત્યાના બનાવો વધી રહ્યા છે અમેરિકાના વિવિધ સ્ટેટમાં ગુજરાતીઓ મોટા પ્રમાણમાં વસવાટ કરી મોટેલ સહીત અનેક ધંધા પર પકડ જમાવવામાં સફળ રહ્યા છે અરવલ્લી જીલ્લાના મેઘરજ નગરના વૈષ્ણવ દંપતિની પર ગુંડાઓએ ગોળીઓ ધરબી દઈ હત્યા કરતા અમેરિકામાં વસવાટ કરતા ગુજરાતીઓમા ફફડાટ ફેલાયો છે

પ્રાપ્ત માહિતી અનુસાર,મેઘરજ નગરના દંપત્તી રજનીકાંત વલ્લભદાસ શેઠ અને તેમના પત્ની નિરીક્ષાબેન છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકા વ્યવસાય અર્થે સ્થાયી થયા હતા.ગત તારીખ 6 ફેબ્રુઆરીના રોજ પોતાની મોટેલ પર હતા. એ સમયે કેટલાક અજાણ્યા ઈસમો મોટેલ પર આવી બંને દંપત્તી પર ગોળી ચલાવી ઘાતકી હત્યા કરી ફરાર થઇ ગયા હતા. અમેરિકાની પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને સમગ્ર બાબતે તપાસ શરૂ કરી છે. ત્યારે તેમના પરિવારજનોના જણાવ્યાં મુજબ આ હત્યા કોઈ અંગત અદાવતમાં કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. વધુ વિગત પોલીસ તપાસ બાદ બહાર આવે એમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!