36 C
Ahmedabad
Thursday, April 18, 2024

પંચમહાલ- ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનો ગંભીર આક્ષેપ, જીલ્લામાં એટીવીટી, મનરેગા, નાણાપંચ સહિતની યોજનામાં મોટાપાયે ભષ્ટાચાર


ગોધરા,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમવાર ખાતુ ખોલનારી આમ આદમી પાર્ટી હવે 2024માં આવનારી લોકસભાની ચુટણીની તૈયારીઓ માટે તેમજ જીલ્લાકક્ષાએ સંગઠન મજબુત બને એ હેતુથી બેઠકોની શરુઆત કરી દીધી છે. પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા ખાતે નર્મદા જીલ્લાની ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના યુવા નેતા ચૈતરભાઈ વસાવાની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જીલ્લામાં પાર્ટીના સંગઠનને લઈ વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામા આવી હતી.સાથે તેમણે દ્વારા પંચમહાલ જીલ્લામાં સરકારી યોજનાઓ ગેરરીતી ચાલતી હોવાનો આક્ષેપ કરવામા આવ્યો હતો.

Advertisement

લોકોને મળતી યોજનામાં મોટાપાયે ભષ્ટ્રાચારનો આક્ષેપ
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે સરકીટ હાઉસમા યોજાયેલી બેઠકમા ઉપસ્થિત રહેલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનું આમ આદમી પાર્ટીના અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ચૈતરભાઈ વસાવાએ મિડીયા સાથેની વાતચીતમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પંચમહાલ જીલ્લામાં એટીવીટી યોજના, મનરેગા યોજના,તેમજ નાણાપંચની યોજનાઓમાં ભષ્ટ્રાચાર થયો છે.નલ સે જલ યોજના વાસ્મો અંતર્ગત જેમા કરોડો રુપિયાનો ખર્ચ કરવામા આવ્યો થતા આજ દિન સુધી લોકોને નળમાંથી જળ નથી મળ્યું.આ મામલે અમે વિધાનસભામા રજુઆત કરીશું.અને કેટલીટ યોજનાઓ માત્ર કાગળ પણ ચાલતી હોવાનો પણ તેમને આક્ષેપ કર્યો હતો. આ મામલે અમારી પાસે રજુઆતો પણ આવી છે.

Advertisement

જીલ્લામાં પાર્ટીના સંગઠનને વધુ મજબુત બનાવાશે
ચૈતરભાઈ વસાવાએ સંગઠનને લઈને જણાવ્યું હતું કે ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીને 41 લાખ વોટ મળ્યા હતા,પંચમહાલ જીલ્લામાંથી પણ 25 ટકા એવરરેજ મત મળ્યા છે,આવનાર સમયમાં નગરપાલિકા તેમજ લોકસભાની ચૂંટણીને લઈને રણનીતી આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોને સાથે રાખીને કરવામા આવશે. આમ આદમી પાર્ટીમાં સંગઠનની બાબતે વિસ્તૃત ચર્ચાઓ કરી અને જરૂર જણાશે તો ફેરફાર કરવામાં આવશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!