30 C
Ahmedabad
Monday, May 29, 2023

ગોધરા- ટીંબાગામ પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરશે


ગોધરા,
ગોધરા તાલુકાના ટીંબાગામ પ્રાથમિક શાળાના બાળકોનો પ્રોજકેટ રાજ્યકક્ષાના સાયન્સ ફેરમાં પસંદગી થવા પામી છે. પ્રોજેક્ટ વાઈફાઈ ટેકનોલોજી યુક્ત એફએલએન અને બેઝલાઈટ એસએસમેન્ટ યંત્ર રાજ્યકક્ષાએ પસંદગી પામ્યો છે,જેને લઈને આ પ્રોજેક્ટ પર માર્ગદર્શન પુરુ પાડનારા શિક્ષકોને પણ અભિનંદન પાઠવામા આવી રહ્યા છે, આ મહિનામાં અમદાવાદ જીલ્લાના ધાગ્રંધા ખાતે યોજનારા રાજ્યકક્ષાના સાયન્સફેરમાં આ શાળા બાળવૈજ્ઞાનિકો પંચમહાલ જીલ્લામાંથી પ્રતિનિધિત્વ કરશે.

Advertisement

પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાની ટીંબાગામ પ્રાથમિક શાળાના બાળવેજ્ઞાનિકોએ સતત પાંચમી વખત રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રતિનિધીત્વ કર્યુ છે.નેશનલ સાયન્સફેરમાં સફળ થયા બાદ ફરી એકવાર રાજ્યકક્ષાના સાયન્સ ફેરમાં પ્રથમ વખત નામ મેળવીને રાજ્યકક્ષાએ નામ પ્રાપ્ત કરતા શાળા અને ગ્રામજનોમાં પણ ખુશીની લાગણી છવાઈ ગઈ છે. શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ યામી પટેલ,ચિરાગકુમાર,સીયા પટેલ, શ્રેયા પટેલ,જેઓનો પ્રોજેક્ટ વાઈફાઈ ટેકનોલોજી યુક્ત એફએલએન અને બેઝલાઈટ એસએસમેન્ટ યંત્ર રાજ્યકક્ષાએ પસંદગી પામ્યો છે.આ પ્રોજેક્ટ માર્ગદર્શક શિક્ષક રધુભાઈ ભરવાડ અને સહાયક શિક્ષક શૈલેષભાઈ પટેલ અને હિનાબેન પટેલના માર્ગદર્શકની તૈયાર થયો હતો. સ્કુલ ઓફ એક્ષલન્સ નિપુર્ણ ભારત જેવા શૈક્ષણિક પ્રોજેક્ટની સફળતા અને એફએલ એનની 80 ટકા સિધ્ધી માટે આ પ્રોજકટ સફળ સિધ્ધ થયો છે. વિભાગ એકમાં ટેકનોલોજી માહિતી અને પ્રત્યાયનમાં જીલ્લા અને ઝોન કક્ષાએ પ્રથમ નંબર મેળવીને રાજ્યકક્ષાએ પસંદગી પામતા ધાગ્રંધા ખાતે 19થી 22 ફેબ્રુઆરી દરમિયાન પ્રાથમિક વિભાગમાં પંચમહાલ જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.શાળા પરિવાર અને ગ્રામજનો તરફથી પણ અભિનંદન પાઠવામા આવી રહ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!