31.3 C
Gujarat
Thursday, August 6, 2026
Home ગુજરાત અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે મળી જિલ્લાની સંકલન અને ફરિયાદ...

અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે મળી જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક

0
105

 

અરવલ્લી જિલ્લા મોડાસા કલેકટર કચેરી ખાતે કલેકટર ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અઘ્યક્ષતામાં જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી. આ બેઠકમાં કલેક્ટર દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ અને પડતર પ્રશ્નોનો સંબંધિત અધિકારીઓને સત્વરે નિકાલ લાવવા તાકીદ કરી હતી. વધુમાં તેમણે વિકાસલક્ષી કામો ઝડપથી શરૂ થાય અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવા અનુરોધ કર્યો હતો. રજૂઆત કરાયેલ કામ સરકારની ગાઇડલાઇન મુજબ પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું.લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા પણ સૂચન કરાયા.

આ બેઠકમાં દ્વારા રજૂ કરવામાં આવેલ વિવિધ વિભાગોને લગતા કાયદો અને વ્યવસ્થા ને લગતા,વીજ જોડાણના, જમીન માપણીના, ગેરકાયદે બાંધકામના, કર્મચારીઓના બાકી પેન્શન, ટ્રાફિક સોલ્યુશન, શાળાઓમાં બંધ ટોયલેટને નોન યુઝ કરી અન્ય જગ્યાની ફાળવણી કરી ટોઇલેટની સુવિધા ઊભી કરવા બાબત, એસ.ટી.ના, આયોજનના કામોના,પુરવઠા સહિત વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.જેનો સત્વર અને હકારાત્મક ઉકેલ લાવવા પ્રશ્નોનો સંબંધિત અધિકારીઓને સત્વરે નિકાલ લાવવા તાકીદ કરી હતી.

જિલ્લા પોલીસ વડા સંજય ખરાત , DRDA ડાયરેક્ટર આર. એન. કુચારા સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!