38 C
Ahmedabad
Thursday, April 25, 2024

અરવલ્લી : શામળાજીના ઓડ ગામમાં ફિંગર પ્રિન્ટ ન મળતા ગ્રામજનો રાશનથી વંચિત રહેવાનો વારો,ગામલોકોની હૈયા હોળી


અરવલ્લી જીલ્લામાં બારકોડેડ રેશનકાર્ડ આપ્યા બાદ ફિંગરપ્રિન્ટનો મામલો કાર્ડ ધારક માટે માથાના દુ:ખાવા સમાન બની ગયો છે અનેક વાર રાશન લેવા પહોંચતા ગ્રાહકો કલાકો ઉભા રહ્યા પછી ઇન્ટરનેટ સમસ્યા અને ફિંગરપ્રિન્ટ મેચ ન થતા રાશનથી વંચિત રહેવું પડે છે ભિલોડા તાલુકાના ઓડ ગામમાં હોળી-ધુળેટી ટાણે ફિંગરપ્રિન્ટ મેચ ન થતા છેલ્લા ચાર દિવસથી ગામના લોકો રાશનથી વંચિત રહેતા લોકોમાં તહેવાર ટાણે હૈયાહોળી થઇ રહી છે ગ્રામજનોએ ઓફલાઈન રાશન આપવામાં આવેની માંગ કરી કરી રહ્યા છે

Advertisement

ભિલોડા તાલુકાના ઓડ ગામમાં છેલ્લા ચાર ચાર દિવસથી લોકો રાશનની દુકાનમાં રાશન લેવા ધરમધક્કા ખાઈ રહ્યા છે ઓડ ગામે આવેલી પરવાનેદારના ત્યાં ઇન્ટરનેટની સમસ્યાના લીધે કાર્ડ ધારકોની ફિંગરપ્રિન્ટ મેચ ન થતા ગ્રામજનોએ હોબાળો મચાવી દીધો છે હોળી-ધુળેટીના તહેવાર ટાણે ગરીબોના ચૂલા કઈ રીતે સળગાવવા તે યક્ષ પ્રશ્ન બન્યો છે ગામલોકો વહેલી સવારથી લાઈનમાં ઉભા રહ્યા પછી પણ ફિંગર ન મળતા તમારા ફિંગર મળતા નથી તો રાશનનો સામાન આપવાનો ધરાર ઇન્કાર કરે દેવામાં આવતા ગ્રામજનો વીલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો છે.

Advertisement

રેશનીંગના સામાનની ફાળવણીમાં કેટલાક પરવાનેદારો ગોલમાલ કરતા હતા. અને ગરીબોના હક્કનો સામાન બારોબાર વગે કરી દેતા હોવાની ચોંકાવનારી હકીકતોના પગલે આ સમસ્યાના હલ માટે સરકારે બારકોડેડ રેશનકાર્ડ બનાવી ચીજ વસ્તુ આપતા પહેલા ફિંગરપ્રિન્ટ તથા કૂપનની સહિ‌તની કાર્યવાહીમાંથી પસાર થવુ પડે છે. પરંતુ ફિંગરપ્રિન્ટ અને કૂપન મેળવવાની કાર્યવાહી કાર્ડ ધારક માટે અભિમન્યુના સાત કોઠા વીંધવા સમાન બની જતા ઓડ ગામમાં રેશનીંગના સામાનને લઇને હોબાળો મચી ગયો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!