ડિજિટલ યુગમાં વધી રહેલી ટેકનોલોજીની સાથે ઓનલાઇન ફ્રોડ કરતી ભેજાબોજની ટોળકીઓ પણ સક્રીય બની છે. ઓનલાઇન ફ્રોડનો સૌથી વધુ ભોગ મહિલાઓ, વૃદ્ધો, બેંકિંગ પ્રક્રિયાથી અજાણ તેમજ સોશ્યલ મિડીયાનુ પુરતુ જ્ઞાન ન ધરાવતા લોકો ભેજાબાજ ટોળકીના સોફટ ટાર્ગેટ બને છે. મોબાઇલ પર સંપર્ક કરી ઓ.ટી.પી નંબર મેળવી, બેન્ક ખાતાની વિગતો તેમજ એ.ટી.એમ પીન મેળવી રૂપિયા પડાવી લીધા હોવાની છેલ્લા 5 વર્ષમાં 800 ફરિયાદ મળી હતી જેમાં 1.08 કરોડ રૂપિયા રૂપિયામાંથી 64.10 લાખ રૂપિયા હોલ્ડ કરાવી ગ્રાહકોને પરત અપાવવા તજવીજ હાથધરી હતી
અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ સેલ દ્વારા ઓનલાઈન ફ્રોડનો ભોગ બનેલા લોકોને રૂપિયા પરત અપાવવા કાર્યવાહી હાથધરવામાં આવી છે છેલ્લા પાંચ વર્ષમાં 800 અરજદારોએ ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી જેમાં 1.08 કરોડથી વધુ રૂપિયા સાયબર ગઠિયાઓએ ઓનલાઈન સેરવી લઇ છેતરપિંડી કરી હતી સાયબર ક્રાઈમ ટીમે ઓનલાઈન સાયબાર ગઠિયાઓનું એકાઉન્ટ ફ્રિજ કરી 64.10 લાખથી વધુ રૂપિયા પરત અપાવવા કાર્યવાહી હાથધરવામાં આવતા ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલ લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
અરવલ્લી સાયબર ક્રાઇમ સેલના ઇન્ચાર્જ પીઆઈ કે.ડી. ગોહિલના જણાવ્યા અનુસાર ઠગબાજો કંપનીના ઇ-મેઇલ હેક કરી, ફોન ઉપર બેન્ક અધિકારીની ખોટી ઓળખ આપી, એટીએમ કાર્ડ ફ્રોડ, ક્રેટીડ કાર્ડ, લોટરી કાર્ડ, નોકરી ફ્રોડ, શોપીંગ ફ્રોડ, ઇલેક્ટ્રિક લાઈટબિલ ફ્રોડ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, અને ઓએલએક્સ દ્વારા છેતરપિંડી કરવામાં આવતી હોવાથી લોકોએ સાવચેત રહેવું ખૂબ જરૂરી છે.