29 C
Ahmedabad
Wednesday, April 24, 2024

અરવલ્લી: શ્રી આદર્શ વિદ્યાલય લીંભોઇમાં ધોરણ 10 અને 12 નો દીક્ષાંત સમારોહ યોજાયો


શ્રી લીંભોઈ વિ.વિ.મંડળ સંચાલિત શ્રી આદર્શ વિદ્યાલય લીંભોઈમાં તારીખ બીજી ફેબ્રુઆરીને ગુરુવારના રોજ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો. કાર્યક્રમના અધ્યક્ષ કેળવણી મંડળના પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઉપાધ્યાય તથા મુખ્ય વક્તા ઇડર ડાયટના સિનિયર વ્યાખ્યાતા ડૉ. નિષાદભાઈ ઓઝા સાથે ગાયત્રી પરિવારના શ્રી રશ્મિભાઈ પંડ્યા, શ્રી અમૃતભાઈ પટેલ તથા અરવિંદભાઈ કંસારા, મંડળના ઉપપ્રમુખ શ્રી કોદરસિંહ ચૌહાણ, મંત્રી શ્રી શિવુભાઈ, ટ્રસ્ટીશ્રી રમણભાઈ, ઉચ્ચતર પ્રાથમિક તથા માધ્યમિક શાળાના શ્રી પ્રકાશભાઈ ત્રિવેદી તથા શ્રી વિજયભાઈ દાણી આચાર્યશ્રી, શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન શાળાના આચાર્યશ્રી વિજયભાઈ દાણી દ્વારા કરવામાં આવ્યું જેમાં દીપ દીક્ષાનું મહત્વ સમજાવવામાં આવ્યું.

Advertisement

Advertisement

શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ પોતાનો અનુભવ રજૂ કર્યો હતો. મુખ્ય વક્તા ડૉ.નિષાદભાઈ દ્વારા સંઘર્ષ જ જિંદગી છે અને તેમાંથી પસાર થવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી તેમ વિવિધ ઉદાહરણો માધ્યમથી જણાવ્યું હતું. ગાયત્રી પરિવાર દ્વારા મા સરસ્વતીનું આહવાન કરી કલમ પૂજન, સંકલ્પ વિધિ કરાવવામાં આવી હતી. અધ્યક્ષ દ્વારા ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપવા માટે હાકલ કરવામાં આવી હતી. આભાર દર્શન શાળાના ઉપાચાર્ય શ્રી કૃણાલભાઈ દેસાઈએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિંજલ રાઠોડ તથા ક્રિષા ઉપાધ્યાયએ કર્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!