33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home રાષ્ટ્રીય ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્ચ્યુઅલ શિખર સંમેલન, પીએમ મોદી અને સ્કોટ મોરીસન...

ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્ચ્યુઅલ શિખર સંમેલન, પીએમ મોદી અને સ્કોટ મોરીસન વચ્ચે સંવાદ

0
239
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરીસને બીજી ભારત-ઓસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ શિખર બેઠકમાં ભાગ લીધો.  વિદેશ મંત્રાલયની યાદી જણાવે છે કે, ચોથી જુન 2022 ના રોજ સૌ પહેલી ઐતિહાસિક વર્ચુઅલ શિખર બેઠક યોજવામાં આવી હતી તે પછી આજે આ શિખર બેઠક યોજાઈ.
પહેલી શિખર બેઠકમાં બંને દેશોએ પોતાના દ્વિપક્ષી સંબંધોને સર્વગ્રાહી વ્યુહાત્મક ભાગીદારીના સ્તર સુધી લઇ જવાનું નકકી કર્યુ હતું. આ વર્ચ્યુઅલ શિખર બેઠકમાં બંને નેતા વ્યાપક વ્યુહાત્મક ભાગીદારી હેઠળ કરવામાં આવેલી જુદી જુદી પહેલમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. તેમજ બંને દેશો વચ્ચે જુદા જુદા ક્ષેત્રોમાં નવી પહેલ અને અધિક સહકારમાં આગળ માટેનો માર્ગ શોધવાના ઉપાયો કરશે. એવી આશા વ્યકત કરવામાં આવે છે કે બંને નેતાઓ વેપાર મહત્વપુર્ણ ઉત્ખનન, પર્યટન અને અન્ય ક્ષેત્રો ઉપરાંત મોબીલીટી અને શિક્ષણ ક્ષેત્રે અધિક કટીબધ્ધતા વ્યકત કરશે. એવી પણ આશા છે કે બંને નેતાઓ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદૃાઓ વિશે વિચારોનું આદાનપ્રદાન કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!