39 C
Ahmedabad
Monday, May 6, 2024

ચીનમાં વિમાન દુર્ઘટનામાં 20 કલાક પછી પણ કોઇ જીવિત ન મળ્યું, 132 લોકો હતા સવાર


ચીનમાં થયેલ વિમાન દુર્ઘટનામાં 20 કલાક પછી પણ કોઇ જ વ્યક્તિ જીવિત મળ્યું નથી, પ્લેનમાં કુલ 132 મુસાફરો સવાર હતા. સમાચાર એજન્સી એપી એ રાજ્ય પ્રસાર થકી માહિતી આપતા જણાવ્યું કે, લગભાગ 18 કલાક પછી, ચીન પૂર્વ દિશામાં વિમાનનો કાટમાળ મળ્યો, જેમાં કોઇ જ વ્યક્તિ જીવિત નથી મળ્યું. સોમવારના રોજ વિમાન દુર્ઘટના ગ્રસ્ત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી, પ્રાપ્ત માહિતી મુજબ એક દશકમાં આ પ્રથમ એવી ઘટના હતીકે, તેને ભયાનક માનવામાં આવી રહી છે.

Advertisement

સરકારી મીડિયા મારફતે જાણકારી પ્રાપ્ત થઇ છે કે, વિમાનનો કાટમાળ ઘટનાસ્થળેથી મળ્યો છે, પણ વિમાનમાં સવાર કોઇ જ વ્યક્તિનો પત્તો લાગ્યો નથી.

Advertisement

બોઇંગ 737-800 વિમાન ઉડાણ ભરવાની સૂચના મળી હતી, લગભગ 29000 ફૂટ ની ઉંચાઈ પર વિમાન ઉડાણ ભરી રહ્યું હતું, જે યુન્નાન ના દક્ષિણ-પશ્ચિમ પ્રાંત કુનમિંગ થી ગુઆંગઝોઉના ઔધોગિક કેન્દ્ર તરફ જઇ રહ્યું હતું, ત્યારે બપોરના 2.20 કલાકની આસપાસ વિમાનને નીચે આવતા લોકોએ જોયું હતું, એવી પણ વિગતો મળી છે કે, નીચે આવતા સમયે વિમાનમાં આગ એટલી ભિષણ હતી કે, નાસાની સેટેલાઈટ તસ્વીરોમાં પણ જોઇ શકાય છે.

Advertisement

બોઇંગ 737-800 ને બોઇંગ મેક્સ સૌથી સુરક્ષિત માનવામાં આવે છે, જોકે થોડા વર્ષો પહેલા કેટલીક દુર્ઘટના પછી વૈશ્વિક સ્તરે બંધ કરવામાં આવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!