33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home શિક્ષણ મોડાસા : શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલમાં ધો.10 અને 12 વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ...

મોડાસા : શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલમાં ધો.10 અને 12 વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો

0
823

મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં શૈક્ષણીક ક્ષેત્રે નામાંકીત શ્રી કે.એન.શાહ મોડાસા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા ધો-10 અને ધો-12 સામાન્ય અને સાયન્સ પ્રવાહના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો હતો જેમાં નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને સરકારી માધ્યમિક શાળના આચાર્ય સમીરભાઈ પટેલે તેમની આગવી શૈલીમાં શુભેચ્છા સમારોહમાં ઉપસ્થીત વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા માટે ઉપયોગી વાતો કરી માર્ગદર્શન આપ્યું હતું.

શાળાના પૂર્વ સુપરવાઈઝર કે.આર.ખાંટ અને હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિધાર્થી અને શહેરના ગાયનોકલોજીસ્ટ ડૉ.પ્રીતિ ચંપાવતે પણ પોતાના અનુભવો વર્ણવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી શુભેચ્છા પાઠવી હતી.આ પ્રસંગે બાળકોને આશીર્વચન આપવા મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપીન.આર.શાહ, મોડાસા કેળવણી મંડળના પદાધિકારીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થી જતીનભાઈ સોની, શાળાના આચાર્ય મનીષકુમાર આઈ. જોષી અને સમગ્ર સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આગામી બોર્ડ પરીક્ષા માટે આશીર્વચન અને શુભેચ્છા પાઠવી હતી.

શુભેચ્છા સમારોહ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. કાર્યક્રમના અંતે આઈસ્ક્રીમ ખાઈને મો મીઠું કર્યું હતું. સાથે સાથે વિદ્યાર્થીઓની શાળા સાથેની યાદોને ચિરસ્મરણીય કરતો ગ્રુપ ફોટો પણ લેવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!