38 C
Ahmedabad
Sunday, May 19, 2024

અરવલ્લી : મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કૉલેજની હોસ્ટેલમાં ભોજન ખાવાલાયક નહીં!! વારંવાર ઈયળ નિકળતા હોબાળો, જવાબદાર સામે થશે કાર્યવાહી ?


અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી સરકારી એન્જિનિયરિંગ કૉલેજ ની હૉસ્ટેટલમાં પીરસાતા ભોજનમાં જીવાત નિકળતા વિદ્યાર્થીઓ એ હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં ચોખા, લોટ સહિતના પેકેટિંગ ચીજવસ્તુઓ માં પણ કાળજીના અભાવે જીવાતો જોવા મળી હતી. આ સાથે જ ગુણવત્તા સભર ભોજન નહીં અપાતું હોવાનો વિદ્યાર્થીઓ એ આક્ષેપ કર્યો હતો.

Advertisement

શુક્રવાર 14 એપ્રિલના રોજ મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કૉલેજમાં છાશવારે ભોજનમાં જીવાતો નિકળવાની ઘટનાઓ નિકળવા છતાં કોઈ જ કાર્યવાહી નહીં થતી વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે, હોસ્ટેલમાં ભોજન કરતા વિદ્યાર્થીઓ એ કહ્યું કે, શરૂઆતમાં ફી ભરી હતી ત્યારે ભોજન સારૂ મળતું હતું, ત્યારબાદ ભોજનની ગુણવત્તા બગડી અને ખાવામાં ઈયળ નિકળી હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. પુરી, શાક, દાળ સહિતના ભોજનમાં ઈયળ નિકળવાનો સિલસિલો જોવા મળ્યો હતો, જેને લઇને રેક્ટરને વાત કરતા કોન્ટ્રાક્ટરે સારૂ ભોજન આપવાની બાંયધરી આપી હોવાનું જણાવ્યું હતું, જોકે શુક્રવારે ફરીથી ખાવામાં ધનેરા નિકળ્યા હતા, જેને લઇને વિદ્યાર્થીઓએ કપાસ કરતા વિવિધ પ્રકારના લોટમાં ધનેરા પડેલા જોવા મળતા આખરે વિદ્યાર્થીઓ એ ભારે હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓએ એ કહ્યું કે, હવે જમી લો હવે તમે માત્ર બે મહિના માટે જ છો. આવું કહીને વિદ્યાર્થીઓને બહાર ખાવા પર કૉન્ટ્રેક્ટર મજબૂર કરતા હોવાની બૂમો ઉઠવા પામી છે.

Advertisement

વિદ્યાર્થીઓ ના ખાવામાં ઈયળ અને ધનેરા નિકળવાની ઘટનાને લઇને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો, ત્યારે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ ખાવામાં ગુણવત્તા ન જળવાતા આખરે હોબાળો મચાવ્યો હતો. અનાજ તેમજ ખાદ્ય ચીજવસ્તુઓ ની જાળવણી ન કરાતા ખાદ્ય ચીજવસ્તુઓ માં આ પ્રકારે ધનેરા પડી જતાં હોય છે, જેને લઇને આવું ભોજન જમતા વિદ્યાર્થીઓ ના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરાતા હોવાની બૂમો પડવા લાગી છે. કૉન્ટ્રેક્ટર ઓછી મહેનતે વિદ્યાર્થીઓ ને નિમ્ન કક્ષાનું ભોજન પીરસી તેમના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કોઈ વિદ્યાર્થી ભોજન કર્યા પછી કંઈ થાય તો તેના માટે જવાબદાર કોણ?, સમયસર ખાદ્ય ચીજવસ્તુઓ ની ચકાસણી કરવાની જવાબદારી કોની? ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આવી હોસ્પિટલમાં પણ સમયાંતરે ચકાસણી કરવી જોઈએ ઇને ફૂડના નમૂના લેવા જોઇએ, જેથી વિદ્યાર્થીઓ ને ગુણવત્તા સભરલભોજન મળી શકે.

Advertisement

Advertisement

મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કૉલેજમાં ભોજનમાં ઈયડ નિકળવાની ઘટનાને લઇને ABVP ના આગેવાનો દોડી આવ્યા હતા અને તેમણે પણ ચકાસણી કરતા ભોજન અને ખાદ્ય ચીજવસ્તુઓ માં ઈયડ નિકળી હતી. ખાદ્ય ચીજવસ્તુઓ માં આ પ્રકારે ગુણવત્તા ન જાણવનાર કોન્ટ્રાક્ટર સામે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું, હાલ તો વિદ્યાર્થી હલકી ગુણવત્તાવાળું ભોજન ખાવા મજબૂર બન્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!